સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જાન્યુઆરી ૨૭–ફેબ્રુઆરી ૨

ગીતશાસ્ત્ર ૧૪૦-૧૪૩

જાન્યુઆરી ૨૭–ફેબ્રુઆરી ૨

ગીત ૩૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. મદદ માટે કરેલી પ્રાર્થના પ્રમાણે કામ કરો

(૧૦ મિ.)

સલાહ-સૂચન સ્વીકારવા તૈયાર રહો (ગી ૧૪૧:૫; w૨૨.૦૨ ૧૨ ¶૧૩-૧૪)

યહોવાએ આપણને અને અગાઉના સમયના પોતાના ભક્તોને બચાવવા જે કર્યું છે, એના પર મનન કરો (ગી ૧૪૩:૫; w૧૦ ૩/૧ ૧૩ ¶૪)

બાબતોને યહોવાની નજરે જોવાની કોશિશ કરો (ગી ૧૪૩:૧૦; w૧૫ ૩/૧૫ ૩૨ ¶૨)

ગીતશાસ્ત્ર ૧૪૦-૧૪૩માં દાઉદે મદદ માટે કરેલી પ્રાર્થના જોવા મળે છે. એમાં એ પણ જોવા મળે છે કે તેમણે કઈ રીતે પોતાની પ્રાર્થના પ્રમાણે કામ કર્યું.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૪૦:૩—દાઉદ કેમ દુષ્ટ માણસની જીભને સાપની જીભ સાથે સરખાવે છે? (it-2-E ૧૧૫૧)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. કોઈ વ્યક્તિને મદદ કર્યા પછી તેની સાથે બાઇબલ વિશે વાત કરો. (lmd પાઠ ૩ મુદ્દો ૫)

૫. ફરી મળવા જાઓ

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિ જણાવે છે કે તે વ્યસ્ત છે. (lmd પાઠ ૭ મુદ્દો ૩)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) દૃશ્ય. ijwfq લેખ ૨૧—વિષય: યહોવાના સાક્ષીઓ શા માટે લોહી લેતા નથી? (th અભ્યાસ ૭)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧

૭. સારવાર અથવા ઑપરેશન વિશે યોગ્ય નિર્ણય લેવા હમણાંથી જ તૈયારી કરો

(૧૫ મિ.) ચર્ચા.

યહોવાએ વચન આપ્યું છે કે “આફતના સમયે મદદ કરવા તે સદા તૈયાર છે.” (ગી ૪૬:૧) આપણને કોઈ સારવાર લેવાની અથવા ઑપરેશન કરાવવાની જરૂર પડે ત્યારે, ચિંતા થઈ શકે છે. પણ એવા સંજોગો માટે પહેલેથી તૈયાર થવા યહોવાએ ઘણી મદદ પૂરી પાડી છે. દાખલા તરીકે, યહોવાએ પોતાના સંગઠન દ્વારા એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ (ડી.પી.એ.), a આઇડેન્ટીટી કાર્ડ, b અને સારવારને લગતી બીજી માહિતી c આપી છે. એ ઉપરાંત, તેમના સંગઠને હૉસ્પિટલ સંપર્ક સમિતિની (એચ.એલ.સી.) પણ ગોઠવણ કરી છે. એ ગોઠવણોથી આપણને લોહી વિશે ઈશ્વરનો નિયમ પાળવા મદદ મળે છે.—પ્રેકા ૧૫:૨૮, ૨૯.

શું તમે સારવારને લગતી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છો? વીડિયો બતાવો. પછી પૂછો:

  • ડી.પી.એ. કાર્ડ ભરવાથી અમુકને કેવો ફાયદો થયો છે?

  • બાળકોને જન્મ આપનાર માતાઓ માટે જાણકારી (S-401) ફૉર્મથી અમુક લોકોને કઈ રીતે મદદ મળી?

  • કદાચ તમારે હૉસ્પિટલમાં દાખલ થવું પડે, ઑપરેશન કરાવવું પડે, કોઈ સારવાર કે થેરાપી લેવી પડે, જેમ કે કેન્સરની સારવાર લેવી પડે. એવા સંજોગોમાં એચ.એલ.સી.ના ભાઈઓનો બને એટલો જલદી સંપર્ક કરો. જો તમને લાગે કે લોહીને લગતી કોઈ મુશ્કેલી ઊભી નહિ થાય, તોપણ તેઓનો સંપર્ક કરો. એ સલાહ પાળવી કેમ જરૂરી છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૨ અને પ્રાર્થના

a એને ‘નો બ્લડ’ કાર્ડ પણ કહેવામાં આવે છે.

b બાપ્તિસ્મા પામેલા પ્રકાશકો સાહિત્ય વિભાગના ભાઈ પાસેથી ડી.પી.એ. કાર્ડ લઈ શકે. તેઓ પોતાનાં નાનાં બાળકો માટે આઇડેન્ટીટી કાર્ડ (આઈ.સી.) લઈ શકે.

c જરૂર પડ્યે તમે આમાંથી કોઈ પણ ફૉર્મ વડીલો પાસેથી માંગી શકો છો: બાળકોને જન્મ આપનાર માતાઓ માટે જાણકારી (S-401), ઑપરેશન અથવા કીમોથેરાપીની જરૂર હોય એવા દર્દીઓ માટે જાણકારી (S-407) અને બાળકને સારવારની જરૂર હોય એવાં માબાપ માટે જાણકારી (S-55).