જાન્યુઆરી ૨૫-૩૧
એઝરા ૬–૧૦
ગીત ૧૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ખુશીથી સેવા આપતા લોકોને યહોવા ચાહે છે”: (૧૦ મિ.)
એઝ ૭:૧૦—એઝરાએ પોતાનું મન તૈયાર કર્યું
એઝ ૭:૧૨-૨૮—યરૂશાલેમ પાછા જવા એઝરાએ તૈયારી કરી
એઝ ૮:૨૧-૨૩—યહોવા પોતાના લોકોનું રક્ષણ કરશે એવો એઝરાને ભરોસો હતો
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
એઝ ૯:૧, ૨—જેઓ ઈસ્રાએલીઓ ન હતા, તેઓ સાથે લગ્ન કરવાથી શું જોખમ ઊભું થયું હતું? (w૦૬ ૧/૧ ૧૨ ¶૧)
એઝ ૧૦:૩—પત્નીઓની સાથે તેઓનાં બાળકોને પણ કેમ છોડી દેવામાં આવ્યાં? (w૦૬ ૧/૧ ૧૨ ¶૨)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: એઝ ૭:૧૮-૨૮ (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) ખુશખબર પુસ્તિકા પાઠ ૮, સવાલ ૧, ફકરા ૧ને આધારે આ પુસ્તિકા કઈ રીતે આપવી એ બતાવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) કોઈએ ખુશખબર પુસ્તિકા લીધી હોય તો, તેની ફરી મુલાકાત કઈ રીતે કરવી એ બતાવો. પાઠ ૮, સવાલ ૧, ફકરા ૨ના આધારે ચર્ચા કરો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) ખુશખબર પુસ્તિકા પાઠ ૮, સવાલ ૨નો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ કઈ રીતે કરવો એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧
“સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ —ફરી મુલાકાત માટે પાયો નાખીએ.” (૭ મિ.) ચર્ચા. જાન્યુઆરી મહિનાનો આવડત વધારે કેળવીએ વીડિયો બતાવો જેમાં, પ્રકાશક ખુશખબર પુસ્તિકા આપ્યા પછી ફરી મુલાકાતનો પાયો નાખે છે. પ્રકાશક ફરી મુલાકાત માટે કઈ રીતે પાયો નાખે છે એની ચર્ચા કરો. T-35 પત્રિકા આપીને ફરી મુલાકાત માટે કઈ રીતે પાયો નાખી શકાય એની ચર્ચા કરો.
મંડળની જરૂરિયાતો: (૮ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૪ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૮ અને પ્રાર્થના