સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | એઝરા ૬–૧૦

ખુશીથી સેવા આપતા લોકોને યહોવા ચાહે છે

ખુશીથી સેવા આપતા લોકોને યહોવા ચાહે છે

યરૂશાલેમ પાછા જવા એઝરાએ તૈયારી કરી

૭:૬, ૨૨; ૮:૨૬, ૨૭

  • યરૂશાલેમ પાછા જઈ યહોવાની ભક્તિ આગળ વધારવા એઝરાને રાજા આર્તાહશાસ્તા તરફથી પરવાનગી મળી

  • યહોવાનું ઘર બાંધવા એઝરાની ‘સર્વ માંગ’ રાજા પૂરી કરે છે. રાજા તેને સોનું, રૂપું, ઘઉં, દ્રાક્ષદારૂ, તેલ અને મીઠું આપે છે. એ બધાની કિંમત આજે આશરે ૬.૬ અબજ રૂપિયા કરતાં વધારે થાય

યહોવા પોતાના લોકોનું રક્ષણ કરશે એવો એઝરાને ભરોસો હતો

૭:૧૩; ૮:૨૧-૨૩

  • યરૂશાલેમ પાછા જવું સહેલું ન હતું

  • તેઓએ આશરે ૧,૬૦૦ કિ.મી. મુસાફરી કરવાની હતી જેમાં જોખમકારક વિસ્તારો હતા

  • યરૂશાલેમ પહોંચતા ૪ મહિના લાગ્યા

  • પાછા આવેલા લોકોને અડગ શ્રદ્ધા તેમજ સાચી ભક્તિ માટે ઉત્સાહ અને હિંમતની જરૂર હતી

મુસાફરી વખતે એઝરા પાસે . . .

રહેલાં સોના-ચાંદીનું વજન આશરે ૭૫૦ તાલંત, આશરે આફ્રિકાના ૩ હાથીના વજન જેટલું હતું!

પાછા આવનાર લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો

લુટારા, રણ વિસ્તાર અને જંગલી જાનવરો