યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત માટે પાયો નાખીએ
કેમ મહત્ત્વનું:
વાવેલાં સત્યનાં બીને આપણે પાણી પીવડાવવા ચાહીએ છીએ. (૧કો ૩:૬) તેથી, કોઈ રસ ધરાવનાર વ્યક્તિ મળે તો ફરી મુલાકાત માટે ચર્ચા કરવા એક સવાલ છોડી જઈએ. એમ કરવાથી, ફરી મુલાકાત માટે તૈયારી કરવી સહેલી બનશે અને ઘરમાલિક પણ એનો જવાબ જાણવા આતુર બનશે. તેમને ફરી મળીએ ત્યારે, અગાઉ પૂછેલો સવાલ યાદ કરાવીને એનો જવાબ આપી શકીએ.
કઈ રીતે કરી શકીએ:
-
રજૂઆતની તૈયારી કરતી વખતે ફરી મુલાકાત માટે કયો સવાલ છોડીશું એનો વિચાર કરો. એ સવાલ જે સાહિત્ય ઑફર કરવાના હો, એના કોઈ લેખમાંથી હોય શકે. અથવા અભ્યાસ શરૂ કરવા ફરી મુલાકાતમાં જે સાહિત્ય આપવાના હો એમાંથી પણ હોય શકે.
-
રસ ધરાવતી વ્યક્તિને અંતે જણાવો કે તેમને ફરી મળવા માંગો છો. તૈયાર કરેલો સવાલ પૂછો અને તે ફરી ક્યાં અને ક્યારે મળશે એની માહિતી નોંધી લો.
-
નક્કી કરેલા સમયે ઘરમાલિકને અચૂક મળો.—માથ ૫:૩૭.