જાન્યુઆરી ૪-૧૦
૨ કાળવૃત્તાંત ૨૯–૩૨
ગીત ૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“સાચી ભક્તિ સખત મહેનત માંગી લે છે”: (૧૦ મિ.)
૨કા ૨૯:૧૦-૧૭—હિઝકીયા દૃઢ બનીને સાચી ભક્તિ ફરી સ્થાપે છે
૨કા ૩૦:૫, ૬, ૧૦-૧૨—હિઝકીયા સાચી ઉપાસના માટે નમ્ર દિલના લોકોને ભેગા થવા આમંત્રણ આપે છે
૨કા ૩૨:૨૫, ૨૬—હિઝકીયા પોતાના ઘમંડી વલણમાં નમ્રતાથી સુધારો કરે છે (w૦૫ ૧૦/૧૫ ૨૫ ¶૨૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૨કા ૨૯:૧૧—હિઝકીયાએ મહત્ત્વનાં કામ પહેલા કરવામાં કઈ રીતે સારો દાખલો બેસાડ્યો? (w૧૩ ૧૧/૧૫ ૧૭ ¶૬-૭)
૨કા ૩૨:૭, ૮—ભાવિમાં આવનારી મુશ્કેલીઓ માટે તૈયાર થવા આપણે કયું મહત્ત્વનું પગલું ભરવું જોઈએ? (w૧૩ ૧૧/૧૫ ૨૦ ¶૧૭)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: ૨કા ૩૧:૧-૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. T-35 પત્રિકા માટે આપેલી પહેલી રજૂઆત દૃશ્યથી બતાવો. પછી, મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકે ફરી મુલાકાત માટે કઈ રીતે પાયો નાંખ્યો એના પર ભાર મૂકો. એ જ પ્રમાણે પત્રિકાની બીજી રજૂઆત માટે પણ કરો. પછી, ખુશખબર પુસ્તિકા માટે રજૂઆતનો વીડિયો બતાવો. “ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીને અભ્યાસ કઈ રીતે ચલાવવો” એ વિષય પર ભાઈ-બહેનોનું ધ્યાન દોરો. પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવા તેઓને ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૩
“ઉપાસનાની જગ્યા બાંધવાનો અને સમારકામ કરવાનો લહાવો”: (૧૫ મિ.) ચર્ચા. રાજ્યગૃહના બાંધકામમાં ભાગ લીધો હોય, એવાં ભાઈ-બહેનોને પોતાને મળેલી ખુશી વિશે જણાવવા કહો. રાજ્યગૃહની સાફ-સફાઈ અને સમારકામની ગોઠવણ કરતા ભાઈનું ઇન્ટરવ્યૂ લો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: bm પાઠ ૧૧ (૩૦ મિ.)
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૬ અને પ્રાર્થના