સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ખુશખબર પુસ્તિકાનો ઉપયોગ કરીને અભ્યાસ કઈ રીતે ચલાવવો
-
ઘરમાલિકનું મુખ્ય મુદ્દા પર ધ્યાન દોરવા સૌપ્રથમ ફકરાની ઉપર આપેલો સવાલ વાંચો.
-
પછી ફકરો વાંચો.
-
ત્રાંસા અક્ષરોવાળી કલમો વાંચો. એમાંથી કઈ રીતે ફકરાના સવાલનો જવાબ મળે છે એ સમજાવવા ઘરમાલિકને બીજા અમુક સવાલો પૂછો.
-
સવાલની નીચે બે ફકરા હોય તો, ૨ અને ૩ મુદ્દા પ્રમાણે ફરી કરો. એ ફકરાને લગતો જો કોઈ વીડિયો jw.org પર હોય, તો ચર્ચા કરતી વખતે એ બતાવો.
-
ઘરમાલિક મુખ્ય મુદ્દા સમજી ગયા છે એની ખાતરી કરવા એ ફકરાનો સવાલ પૂછીને એનો જવાબ આપવા કહો.