“એક રાજા ન્યાયથી રાજ કરશે”
રાજા ઈસુ “સરદારો” એટલે કે વડીલોની જોગવાઈ કરે છે, જેઓ ટોળાની સંભાળ રાખે છે
-
‘તોફાનમાં ઓથાથી’ રક્ષણ મળે છે તેમ, વડીલો ટોળાને સતાવણી અને નિરાશાના તોફાન સામે રક્ષણ આપવા મહેનત કરે છે
-
“સૂકી ભૂમિમાં પાણીના નાળા”ની જેમ, વડીલો જે લોકો સત્ય માટે તરસે છે તેઓને શુદ્ધ અને ભેળસેળ વગરનું સત્ય પૂરું પાડીને તાજગી આપે છે
-
“કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા”ની જેમ વડીલો ભક્તિને લગતું માર્ગદર્શન અને તાજગી આપીને ટોળાને રાહત આપે છે