સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૮-૯

ઈસુને લોકો પર પ્રેમ હતો

ઈસુને લોકો પર પ્રેમ હતો

માથ્થી અધ્યાય ૮ અને ૯માં ઈસુએ ગાલીલમાં કરેલા સેવાકાર્યના અમુક અહેવાલો આપ્યા છે. જ્યારે ઈસુએ લોકોને સાજા કર્યા, ત્યારે તેમણે પોતાની શક્તિ બતાવી, પણ સૌથી મહત્ત્વનું તો તેમણે બીજાઓ પ્રત્યેનો પોતાનો ગાઢ પ્રેમ અને કરુણા બતાવ્યાં.

  1. ઈસુ એક રક્તપિત્તિયાને સાજો કરે છે.—માથ ૮:૧-૩

  2. ઈસુએ એક લશ્કરી અધિકારીના ચાકરને સાજો કર્યો.—માથ ૮:૫-૧૩

    તેમણે પીતરનાં સાસુને સાજાં કર્યાં.—માથ ૮:૧૪, ૧૫

    તેમણે દુષ્ટ દૂતો વળગેલા લોકો અને બીજા બીમારોને સાજા કર્યા.—માથ ૮:૧૬, ૧૭

  3. ઈસુએ એક વ્યક્તિમાંથી ભયંકર દુષ્ટ દૂતો બહાર કાઢ્યા અને ભૂંડોના ટોળામાં જવાનો હુકમ કર્યો.—માથ ૮:૨૮-૩૨

  4. ઈસુએ લકવો થયેલા માણસને સાજો કર્યો.—માથ ૯:૧-૮

    ઈસુના ઝભ્ભાની કોર અડકનાર સ્ત્રીને તેમણે સાજી કરી અને યાઐરસની મરણ પામેલી દીકરીને જીવતી કરી.—માથ ૯:૧૮-૨૬

    તેમણે આંધળા અને મૂંગાને સાજા કર્યા.—માથ ૯:૨૭-૩૪

  5. ઈસુ બધાં શહેરો અને ગામોમાં ગયા, બધી જાતના રોગ મટાડ્યા અને સર્વ પ્રકારની માંદગી દૂર કરી.—માથ ૯:૩૫, ૩૬

હું બીજાઓને વધારે પ્રેમ અને કરુણા બતાવવા શું કરી શકું?