સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો—કઈ રીતે?

પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો—કઈ રીતે?

કલ્પના કરો કે તમે ઈસુના સમયમાં છો અને ગાલીલમાં રહો છો. માંડવા પર્વની ઉજવણી માટે તમે યરુશાલેમ આવ્યા છો. તમારી જેમ સેકડો લોકો ઉજવણી માટે દૂર દૂરથી આવ્યા છે. તમને યહોવા માટે એક બલિદાન ચઢાવવું છે. એટલે તમે એક બકરો લઈને મંદિરે જવા નીકળો છો. તમે લોકોથી ખીચોખીચ ભરેલી ગલીઓમાંથી પસાર થાઓ છો. તમે પહોંચોં છો ત્યારે જુઓ છો કે આખું મંદિર લોકોથી ભરેલું છે, તેઓ પણ બલિદાન ચઢાવવા આવ્યા છે. આખરે, બકરાને બલિદાન તરીકે યાજકોને આપવાનો તમારો વારો આવે છે. એ ઘડીએ, તમને યાદ આવે છે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે. તે અત્યારે ભીડમાં ક્યાંક છે અથવા શહેરમાં છે. હવે તમે શું કરશો? ઈસુએ સમજાવ્યું હતું કે શું કરવું જોઈએ. (માથ્થી ૫:૨૪ વાંચો.) ઈસુએ કહ્યું હતું તેમ, કઈ રીતે તમે અને તમારો ભાઈ સુલેહ-શાંતિ કરી શકો? નીચે આપેલી યાદીમાં, સાચા જવાબની આગળ ટિક કરો.

તમારે આમ કરવું જોઈએ . . .

  • જો તમને લાગે કે તેની પાસે ગુસ્સે થવાનું સાચે જ કોઈ કારણ છે, તો જ તેની સાથે વાત કરો

  • જો તમને લાગે કે તે વધારે પડતો લાગણીવશ થઈ રહ્યો છે અથવા સ્વીકારે છે કે અમુક હદે તેની પણ ભૂલ હતી, તો તેને સુધારવાની કોશિશ કરો

  • તમારો ભાઈ પોતાના વિચારો સમજાવે ત્યારે ધીરજથી સાંભળો; ભલે તેની વાત પૂરી રીતે સમજ ન પડે, તોપણ તેને પહોંચેલા દુઃખ માટે અથવા તમારાં કાર્યથી તેને થયેલા નુકસાન માટે દિલથી માફી માંગો

તમારા ભાઈએ આમ કરવું જોઈએ . . .

  • તમે કઈ રીતે તેમને દુઃખ પહોંચાડ્યું છે, એ વિશે મંડળમાં ભાઈ-બહેનોને જણાવી તેમનો સાથ મેળવે

  • તમારી ટીકા કરે, તમે જે ઠેસ પહોંચાડી છે એની દરેકેદરેક વિગત જણાવે અને તમને ભૂલ સ્વીકારવા કહે

  • સમજે કે તમે કેટલી હિંમત અને નમ્રતા ભેગી કરીને તેમને મળવા ગયા છો અને પૂરા દિલથી તમને માફ કરે

ખરું કે, આજે આપણે પ્રાણીઓનાં બલિદાન આપવાની જરૂર નથી. પણ ઈસુએ શીખવ્યું તેમ, ભાઈઓ જોડે સુલેહ-શાંતિ કરવી કઈ રીતે ઈશ્વરને માન્ય છે એવી ભક્તિ સાથે જોડાયેલી છે?