સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીએ અને યુવાન સ્ત્રીઓને બહેન

વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીએ અને યુવાન સ્ત્રીઓને બહેન

બાઇબલ જણાવે છે કે આપણે વૃદ્ધ સ્ત્રીઓને મા અને યુવાન સ્ત્રીઓને બહેન ગણીએ. (૧ તિમોથી ૫:૧, ૨ વાંચો.) ખાસ કરીને ભાઈઓએ બહેનો સાથે આદર-માનથી વર્તવું જોઈએ.

ભાઈઓએ ક્યારેય પણ બહેનો સાથે ફ્લર્ટ કે ચેનચાળા કરવા ન જોઈએ. તેમજ એવું કંઈ ન કરવું જોઈએ જે બહેનોને પસંદ નથી. (અયૂ ૩૧:૧) કુંવારા ભાઈએ ખોટા ઇરાદાથી કુંવારી બહેન સાથે એવું વર્તન ન કરવું જોઈએ કે બહેનને એવું લાગે કે તેને તેની સાથે લગ્‍ન કરવા છે.

જો કોઈ બહેન વડીલોને કંઈક પૂછે અથવા કંઈક સુધારો કરવાનું તેઓના ધ્યાન પર લાવે તો વડીલોએ તેમની વાત પર ધ્યાન આપવું જોઈએ. વડીલોએ ખાસ કરીને એવી બહેનોનું ધ્યાન રાખવું જોઈએ જેઓના પતિ તેઓની સાથે નથી.—રૂથ ૨:૮, ૯.

મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો​—વિધવાઓ અને અનાથોને વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • મંડળે કઈ રીતે મેયાન્ટબહેનને પ્રેમથી મદદ કરી?

  • મંડળે બતાવેલા પ્રેમથી મેયાન્ટબહેનના ગામના લોકોને કેવું લાગ્યું?

  • મંડળે બતાવેલા પ્રેમથી મેયાન્ટબહેનની દીકરીઓને કેવું લાગ્યું?

તમારા મંડળની બહેનોને તમે કઈ કઈ રીતે મદદ કરી શકો?