યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“કદી ચિંતા ન કરો”
યહોવાએ ગરીબ ઇઝરાયેલીઓને મદદ કરી હતી. આજે તે કઈ રીતે પોતાના ગરીબ ભક્તોને મદદ કરે છે?
-
યહોવાએ પૈસા વિશે યોગ્ય વલણ રાખવાનું શીખવ્યું છે. —લૂક ૧૨:૧૫; ૧તિ ૬:૬-૮
-
તેમણે સ્વમાનથી જીવવાનું શીખવ્યું છે.—અયૂ ૩૪:૧૯
-
તેમણે મહેનત કરવાનું અને ખરાબ આદતો છોડવાનું શીખવ્યું છે.—ની ૧૪:૨૩; ૨૦:૧; ૨કો ૭:૧
-
તેમણે મંડળમાં એવાં પ્રેમાળ ભાઈ-બહેનો આપ્યાં છે, જે તેઓનું ધ્યાન રાખે છે.—યોહ ૧૩:૩૫; ૧યો ૩:૧૭, ૧૮
-
તેમણે આશા આપી છે કે ભાવિમાં ગરીબી દૂર કરશે.—ગી ૯:૧૮; યશા ૬૫:૨૧-૨૩
ભલે સંજોગો ગમે એટલા ખરાબ હોય તોપણ આપણે કદી ચિંતા ન કરીએ. (યશા ૩૦:૧૫) જીવનમાં ઈશ્વરના રાજ્યને પહેલા રાખીશું તો તે આપણી જીવન જરૂરિયાતો પૂરી કરશે.—માથ ૬:૩૧-૩૩.
પ્રેમ કાયમ ટકી રહે છે . . . ગરીબી છતાં—કૉંગો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
મહાસંમેલન રાખવામાં આવ્યું હોય ત્યાંનાં ભાઈ-બહેનો દૂરથી આવતાં ભાઈ-બહેનોને કઈ રીતે મદદ કરે છે?
-
આ વીડિયોથી કઈ રીતે જોવા મળે છે કે યહોવા ગરીબ ભાઈ-બહેનોને પ્રેમ કરે છે?
-
અમીર હોઈએ કે ગરીબ આપણે કઈ રીતે યહોવાની જેમ બીજાઓને મદદ કરી શકીએ?