બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાએ ગરીબોને મદદ કરવા નિયમો બનાવ્યા હતા
જેઓ ગરીબ હોય અને જેઓને વારસો ન મળ્યો હોય તેઓને ઇઝરાયેલીઓ મદદ કરતા (પુન ૧૪:૨૮, ૨૯; it-૨-E ૧૧૧૦ ¶૩)
દર સાતમું વર્ષ ઇઝરાયેલમાં છુટકારાનું વર્ષ ગણાતું. દરેક લેણદાર પોતાના દેવાદારને દેવામાંથી “છુટકારો” આપતો. એટલે કે તેનું દેવું માફ કરતો (પુન ૧૫:૧-૩; it-૨-E ૮૩૩)
કોઈ ઇઝરાયેલી સ્ત્રી કે પુરુષ ગુલામ તરીકે વેચાઈ ગયો હોય તો તેનો માલિક તેને સાતમા વર્ષે આઝાદ કરતો (પુન ૧૫:૧૨-૧૪; it-૨-E ૯૭૮ ¶૬)
પોતાને પૂછો: ‘હું કેવી રીતે ગરીબ ભાઈ-બહેનોને મદદ કરી શકું?’