સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ | સેવાકાર્યમાં તમારી ખુશી વધારો
બીજાઓની લાગણી સમજો
બીજાઓની લાગણી સમજવી એટલે તેઓની ભાવનાઓ, વિચારો, માન્યતાઓ અને જરૂરિયાતો સમજવી. જો આપણે લોકોને મદદ કરવા ચાહતા હોઈએ, તો તેઓ માટે હમદર્દી રાખવી જોઈએ. એનાથી તેઓ જાણી શકશે કે આપણે સાચે જ તેઓને મદદ કરવા માંગીએ છીએ. સેવાકાર્યમાં બીજાઓની લાગણી સમજીશું તો તેઓ જોઈ શકશે કે યહોવા તેઓને ખૂબ પ્રેમ કરે છે. તેઓને યહોવા વિશે શીખવાનું મન થશે.—ફિલિ ૨:૪.
આપણે શીખવતી વખતે ઉપર છલ્લો પ્રેમ નથી બતાવતા. પણ આપણાં વાણી-વર્તનથી અને ચહેરાના હાવ-ભાવથી બતાવીએ છીએ કે આપણે વ્યક્તિની સાચે જ પરવા કરીએ છીએ. તેઓને શું ગમે છે, તેઓ શું માને છે અને તેઓના સંજોગો કેવા છે એ વિશે આપણે જાણવું જોઈએ. એમ કરવાથી આપણે તેઓને મદદ કરી શકીશું. પણ તેઓને ફેરફાર કરવા દબાણ નહિ કરીએ. તેઓ પોતાની ઇચ્છાથી આપણી મદદ સ્વીકારશે ત્યારે, સેવાકાર્યમાં આપણને ખુશી મળશે.
શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—આપણી આવડત વધારે કેળવીએ—બીજાઓની લાગણી સમજો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
જેડને મોડું થયું ત્યારે નીતાએ કઈ રીતે હમદર્દી બતાવી?
-
જેડે કહ્યું પોતે બહુ થાકી ગઈ છે અને અભ્યાસ નથી કરવો ત્યારે નીતાએ કઈ રીતે તેની લાગણી સમજી?
-
જેડે કહ્યું કે પોતે બધું વ્યવસ્થિત રાખી શકતી નથી ત્યારે નીતાએ કઈ રીતે તેને મદદ કરી?