યહોવાના સેવકો તરીકે આપણું જીવન | નવા સેવા વર્ષ માટે ધ્યેય
બાંધકામમાં મદદ કરીએ
પ્રાર્થનાઘર, સંમેલનગૃહ અને શાખા કચેરીના બાંધકામમાં મદદ કરવી એ યહોવાની ભક્તિનો એક ભાગ છે. (નિર્ગ ૩૬:૧) શું તમે લોકલ ડિઝાઈન/કન્સ્ટ્રક્શન વૉલન્ટિયર એપ્લિકેશન (DC-50) ભરી શકો? એમ કરશો તો, તમારા નજીકના વિસ્તારમાં જ્યારે પણ કોઈ બાંધકામ કરવામાં આવશે, ત્યારે તમે એમાં ભાગ લઈ શકશો. અથવા શું તમે એપ્લિકેશન ફોર વૉલન્ટિયર પ્રોગ્રામ (A-19) ભરી શકો? એમ કરશો તો, દૂરના વિસ્તારમાં અમુક અઠવાડિયા કે મહિનાઓ માટે બાંધકામમાં ભાગ લઈ શકશો. બાંધકામમાં ભાગ લેવા માટે એ જરૂરી નથી કે આપણી પાસે બાંધકામનો અનુભવ હોય.—નહે ૨:૧, ૪, ૫.
શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ—બાંધકામમાં મદદ કરીએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
સારાહને કઈ ચિંતા હતી? તેની ચિંતા કઈ રીતે દૂર થઈ?