યહોવાના સેવકો તરીકે આપણું જીવન | નવા સેવા વર્ષ માટે ધ્યેય
રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જઈએ
અમુકને થાય કે રાજ્ય પ્રચારકોની શાળામાં એવાં જ ભાઈ-બહેનો જઈ શકે, જેઓના સંજોગો સારા છે. પણ એવું નથી, એ શાળામાં જવા બે વાતો મહત્ત્વની છે. પહેલી, યહોવા સાથે આપણો સંબંધ મજબૂત હોય. બીજી, સંગઠન તરફથી આપણને કોઈ પણ સોંપણી મળે તો એ સ્વીકારવા તૈયાર હોઈએ.—યશા ૬:૮.
શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ—રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જઈએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
ગેબ્રિયેલ કેમ રાજ્ય પ્રચારકો માટેની શાળાનું ફોર્મ ભરતા અચકાતો હતો? પછી ફિલિપીઓ ૪:૧૩ પર મનન કરવાથી તેને કેવી મદદ મળી?