યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સપ્ટેમ્બર મહિનામાં બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ખાસ ઝુંબેશ
સપ્ટેમ્બર મહિનામાં આપણે દરેક સાથે દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકામાંથી બાઇબલ અભ્યાસ શરૂ કરવા બનતો બધો પ્રયત્ન કરીશું. પ્રકાશકો ચાહે તો સહાયક પાયોનિયરીંગ કરી શકે, એ પણ ૩૦ કલાક માટે. આપણે ખાસ ઝુંબેશમાં શું કરીશું?
-
પહેલી મુલાકાત વખતે: એક વ્યક્તિ સાથે સામાન્ય વિષયો પર વાતચીત શરૂ કરો અને ઓળખાણ વધારવાની કોશિશ કરો. (ફિલિ ૨:૪) અનેક મુલાકાતો પછી જો તમને લાગે તો ધીમેથી વાતચીતને બાઇબલના વિષયો પર વાળો. જો વ્યક્તિને રસ હોય અને તે વધારે જાણવા માંગતી હોય તો તેને બાઇબલ અભ્યાસ માટે પૂછી શકો. એવા લોકોને પણ ફરી મળો, જેઓએ પહેલાં રસ બતાવ્યો હતો. ભલે તેઓએ અગાઉ અભ્યાસ માટે ના પાડી હોય, પણ આ નવી પુસ્તિકા અને નવી રીતથી તેઓને શીખવાનું મન થઈ શકે. જે લોકો ઘરે નથી તેઓના દરવાજે પુસ્તિકા ન મૂકો. અગાઉ રસ બતાવ્યો ન હોય તેઓને પત્ર દ્વારા પુસ્તિકા મોકલશો નહિ. મંડળ સેવા સમિતિ આ મહિના દરમિયાન પ્રચાર માટે વધારાની સભાઓ રાખી શકે.
-
બીજી કોઈ રીતે: જો તમારું મંડળ ટ્રોલી દ્વારા પ્રચાર કરતું હોય તો એમાં દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા રાખો. જો કોઈ એ પુસ્તિકામાં રસ બતાવે તો તેને જણાવો કે એમાંથી બાઇબલ અભ્યાસ કરી શકાય છે, જેના માટે પૈસા લેવામાં આવતા નથી. સેવા નિરીક્ષક એવાં ભાઈ-બહેનોને વેપાર વિસ્તારમાં મોકલી શકે, જેઓ ત્યાં સારી રીતે પ્રચાર કરી શકતાં હોય. તમે કામની જગ્યા પર અથવા તક મળે ત્યારે લોકો સાથે વાતચીત કરી શકો. જો તેઓને રસ હોય તો તમે બાઇબલ અભ્યાસ માટે પૂછી શકો.
ઈસુએ આપણને ‘શીખવવાની’ અને ‘શિષ્યો બનાવવાની’ આજ્ઞા આપી છે. (માથ ૨૮:૧૯, ૨૦) આશા રાખીએ કે આ ખાસ ઝુંબેશમાં દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા દ્વારા આપણે એ આજ્ઞા સારી રીતે પાળી શકીશું.