બાઇબલમાં રહેલો ખજાનો
સુલેમાને દિલથી અને નમ્રતાથી કરેલી પ્રાર્થના
મંદિરના સમર્પણ વખતે સુલેમાને લોકો સામે દિલથી પ્રાર્થના કરી (૧રા ૮:૨૨; w૦૯ ૧૧/૧ ૧૪ ¶૯-૧૦)
સુલેમાને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાને બદલે યહોવાને મહિમા આપ્યો (૧રા ૮:૨૩, ૨૪)
સુલેમાને નમ્રતાથી પ્રાર્થના કરી (૧રા ૮:૨૭; w૯૯ ૧/૧૫ ૧૭ ¶૭-૮)
સુલેમાનની પ્રાર્થનામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ, ખાસ કરીને જ્યારે આપણે લોકો સામે પ્રાર્થના કરતા હોઈએ. આપણે લોકોને ખુશ કરવા નહિ પણ યહોવા ખુશ થાય એવી પ્રાર્થના કરવી જોઈએ.