બાઇબલમાં રહેલો ખજાનો
બુદ્ધિ મહત્ત્વની છે
સુલેમાને યહોવા પાસે બુદ્ધિ માંગી (૧રા ૩:૭-૯; w૧૧ ૧૨/૧ ૧૪ ¶૪-૬)
સુલેમાનની વિનંતી સાંભળીને યહોવા ખુશ થયા (૧રા ૩:૧૦-૧૩)
સુલેમાનને ઈશ્વર પાસેથી જે બુદ્ધિ મળી હતી, એનો તેમણે સારો ઉપયોગ કર્યો. એટલે તે જીવ્યા ત્યાં સુધી દેશમાં સલામતી રહી અને લોકો સુખચેનથી જીવી શક્યા (૧રા ૪:૨૫)
એક બુદ્ધિશાળી વ્યક્તિ કોઈ બાબત વિશે જ્ઞાન મેળવે છે, એને સમજે છે અને એના આધારે યોગ્ય નિર્ણય લે છે. બાઇબલમાં લખ્યું છે કે બુદ્ધિ સોના કરતાં વધારે મૂલ્યવાન છે. (ની ૧૬:૧૬) આપણે કેવી રીતે બુદ્ધિ મેળવી શકીએ? આપણે યહોવાને પ્રાર્થના કરીએ, તેમનો ડર રાખીએ, નમ્ર બનીએ, મર્યાદામાં રહીએ અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરીએ.