સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન | નવા સેવા વર્ષ માટે ધ્યેય

વધારે જરૂર હોય ત્યાં જઈએ

વધારે જરૂર હોય ત્યાં જઈએ

સેવાકાર્યમાં વધારે કરવા, પોતાનું ઘર છોડીને નવી જગ્યાએ જવા શ્રદ્ધાની જરૂર પડે છે. (હિબ્રૂ ૧૧:૮-૧૦) જો તમે વધારે જરૂર હોય એવી જગ્યાએ જવાનો ધ્યેય રાખ્યો હોય, તો વડીલો સાથે વાત કરો. ક્યાં સેવા આપવી એ કઈ રીતે નક્કી કરી શકો? એ ધ્યેય પૂરો કરવા તમે કેવાં પગલાં લઈ શકો? વધારે જરૂર હોય ત્યાં સેવા આપવા વિશે ઘણા લેખો અને વીડિયો છે. એનો અભ્યાસ કરો. એવાં ભાઈ-બહેનો સાથે વાત કરો, જેઓ બીજાં મંડળોમાં જઈને સેવા આપે છે. (ની ૧૫:૨૨) સારો નિર્ણય લેવા યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. (યાકૂ ૧:૫) તમે જ્યાં જવા માંગો છો, ત્યાંની જાણકારી મેળવો. જો શક્ય હોય તો થોડા દિવસો માટે ત્યાંની મુલાકાત લો.

શ્રદ્ધા બતાવીએ, સેવાકાર્યમાં વધારે કરીએ—વધારે જરૂર હોય ત્યાં જઈએ વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ગેબ્રિયેલે પોતાના વિચારોમાં કેવા ફેરફાર કરવાની જરૂર હતી? તેને ક્યાંથી મદદ મળી?