સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“વાતચીતની એક રીત” ભાગનો કઈ રીતે ઉપયોગ કરવો?

“વાતચીતની એક રીત” ભાગનો કઈ રીતે ઉપયોગ કરવો?

“વાતચીતની એક રીત” ભાગ, ઘણો સમજી-વિચારીને તૈયાર કરવામાં આવે છે. એ ભાગનો ઉપયોગ કરીને ઘણાં ભાઈ-બહેનોને ફાયદો થયો છે. દરેક જગ્યાના સંજોગો અલગ હોય છે. એટલે તમે પ્રચારમાં લોકોના સંજોગો પ્રમાણે વાતચીતની રીતમાં ફેરફાર કરી શકો. તમે ચાહો તો એમાં આપેલો સવાલ, શાસ્ત્રવચન અને ફરી મુલાકાત માટેનો સવાલ બદલી શકો. તમે આખેઆખો વિષય પણ બદલી શકો. પણ ખાસ ઝુંબેશ માટે કોઈ સૂચન હોય તો એ જરૂર પાળવું જોઈએ. ભલે આપણે વાતચીતની કોઈ પણ રીત વાપરીએ, પણ આપણો ધ્યેય શું છે? એ જ કે આપણે ઈસુની આજ્ઞા પાળવા માંગીએ છીએ અને લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા માંગીએ છીએ.—માથ ૨૪:૧૪.

તમને વિદ્યાર્થી ભાગની સોંપણી મળે ત્યારે “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરવો જોઈએ. (જેમ કે જુલાઈ-ઑગસ્ટ માટેનો વિષય છે, ઉદારતા.) જોકે તમે ચાહો તો પોતાના પ્રચાર વિસ્તારને આધારે સવાલ, શાસ્ત્રવચન, ફરી મુલાકાત માટેના સવાલ અને સેટિંગમાં ફેરફાર કરી શકો. પણ જે ભાગમાં ફેરફાર કરવાનો નથી, એ વિશે જણાવવામાં આવશે. વિદ્યાર્થી ભાગ માટે પહેલાં આપણે જૂન ૨૦૨૦ સભા પુસ્તિકાના પાન ૮ પર આપેલાં સૂચનો પાળતા હતા. પણ હવેથી આપણે આ લેખમાં આપેલાં સૂચનો પાળીશું.