યહોવાના સેવકો તરીકે આપણું જીવન | નવા સેવા વર્ષ માટે ધ્યેય
પાયોનિયરીંગ કરીએ
આ દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે યહોવાની ભક્તિમાં ધ્યેય રાખીશું તો આપણાં સમય-શક્તિનો સૌથી સારો ઉપયોગ કરી શકીશું. (૧કો ૯:૨૬; એફે ૫:૧૫, ૧૬) તમે કુટુંબ તરીકેની ભક્તિમાં આવનાર સેવા વર્ષ માટે ધ્યેય નક્કી કરી શકો. આ સભા પુસ્તિકાના લેખોમાં અમુક ધ્યેયો વિશે જણાવ્યું છે. તમે કયા ધ્યેય રાખી શકો એ વિશે વિચાર કરો અને યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો.—યાકૂ ૧:૫.
દાખલા તરીકે, શું કુટુંબમાંથી કોઈ એક સભ્ય પાયોનિયરીંગ કરી શકે? શું બાકીના સભ્યો તેમને સાથ આપી શકે? જો તમને લાગતું હોય કે તમારાથી કલાકો પૂરા નહિ થાય તો શું કરી શકો? તમે એવા પાયોનિયર ભાઈ કે બહેન સાથે વાત કરી શકો જેમના સંજોગો તમારા જેવા હોય. (ની ૧૫:૨૨) કુટુંબ તરીકેની ભક્તિમાં તમે એવા ભાઈ કે બહેનને બોલાવીને અમુક સવાલ પૂછી શકો. પછી શેડ્યુલ બનાવો અને એને લખી લો. શું તમે પહેલાં પાયોનિયરીંગ કરતા હતા? જો એમ હોય તો શું એ ફરી શરૂ કરવાનું વિચારી શકો?
શું તમારા કુટુંબમાંથી અમુક સભ્યો એક કે વધારે મહિનાઓ માટે સહાયક પાયોનિયરીંગ કરી શકે? જો તમે જલદી થાકી જતા હો તો રોજ થોડો સમય પ્રચાર કરીને સહાયક પાયોનિયરીંગ કરી શકો. શું અઠવાડિયામાં તમારો મોટા ભાગનો સમય કામ પર અથવા સ્કૂલમાં જાય છે? તો તમે સહાયક પાયોનિયરીંગ માટે એવા મહિના પસંદ કરી શકો જેમાં વધારે રજાઓ આવતી હોય અથવા પાંચ શનિ-રવિ હોય. તમે કેલેન્ડરમાં લખી લો કે કયા કયા મહિને સહાયક પાયોનિયરીંગ કરશો. કયા દિવસે પ્રચારમાં જશો એ પણ લખી લો.—ની ૨૧:૫.
તમે હિંમતવાન બનો . . . પાયોનિયરો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
યહોવાએ કઈ રીતે આમંડબહેનની સંભાળ રાખી? એમાંથી આપણે શું શીખી શકીએ?