સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

નવા સેવા વર્ષ માટે તમે કયા ધ્યેયો રાખ્યા છે?

નવા સેવા વર્ષ માટે તમે કયા ધ્યેયો રાખ્યા છે?

આપણે યહોવાની વધારે સેવા કરવા માંગીએ છીએ અને તેમને ખુશ કરવા માંગીએ છીએ. એટલે ભક્તિને લગતા ધ્યેયો પૂરા કરવા બનતું બધું કરીએ છીએ. ધ્યેયો આપણને પ્રગતિ કરવા મદદ કરે છે. (૧તિ ૪:૧૫) એને પૂરા કરવા ભલે આપણે ગમે તેટલી મહેનત કરવી પડે અને સમય ખર્ચવો પડે, પણ એમ કરવાથી આપણે અચકાતા નથી. આપણે કેમ નિયમિત રીતે આપણા ધ્યેયો પર વિચાર કરવો જોઈએ? કેમ કે સંજોગો બદલાઈ શકે છે. બની શકે કે, આપણે પહેલાં જે ધ્યેય રાખ્યો હોય, એ પૂરો કરવો હવે અઘરું હોય. એવું પણ બની શકે કે આપણો ધ્યેય પૂરો થઈ ગયો હોય અને હવે બીજો ધ્યેય રાખી શકતા હોઈએ.

પોતાના ધ્યેયો પર વિચાર કરવાનો સારો સમય કયો છે? નવા સેવા વર્ષની શરૂઆત પહેલાં વિચારી શકીએ. શું તમે કુટુંબ તરીકેની ભક્તિમાં એ વિશે વાત કરી શકો, તેમજ પોતાના માટે અને આખા કુટુંબ માટે કોઈ ધ્યેય રાખી શકો?

નીચે બતાવેલી બાબતોમાં તમે કયા ધ્યેય રાખી શકો? એ પૂરા કરવા તમે શું કરી શકો?

બાઇબલ વાંચવું, જાતે અભ્યાસ કરવો, સભામાં જવું, જવાબ આપવા.—w૦૨ ૬/૧૫ ૧૫ ¶૧૪-૧૫

પ્રચારકામ.—w૨૩.૦૫ ૨૭ ¶૪-૫

સારા ગુણો.—w૨૨.૦૪ ૨૩ ¶૫-૬

બીજો કોઈ ધ્યેય: