યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સપ્ટેમ્બરમાં ખાસ ઝુંબેશ—ઈશ્વરનાં રાજ્ય વિશે જણાવો!
સપ્ટેમ્બર મહિનામાં આપણે લોકોને એ જણાવવા ખૂબ મહેનત કરીશું કે ઈશ્વરનું રાજ્ય માણસોની બધી મુશ્કેલીનો અંત લાવશે. (માથ ૨૪:૧૪) તમે એ ઝુંબેશમાં કઈ રીતે ભાગ લઈ શકો? એ મહિનામાં બને એટલા લોકોને ઈશ્વરના રાજ્યને લગતી કોઈ કલમ બતાવો. જો કોઈ રસ બતાવે, તો તેને જનતા માટેનું ચોકીબુરજ નં. ૨ ૨૦૨૦ બતાવો અને પૂછો કે શું તેને એ વાંચવું ગમશે. એ વ્યક્તિને જલદી જ પાછા મળવા જાઓ અને દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકામાંથી અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. એ મહિનામાં પ્રકાશકો સહાયક પાયોનિયરીંગ માટે ૧૫ કે ૩૦ કલાક પસંદ કરી શકે.
ઈશ્વરનું રાજ્ય એવી દરેક સરકારનું નામનિશાન મિટાવી દેશે, જે એનો વિરોધ કરે છે. (દા ૨:૪૪; ૧કો ૧૫:૨૪, ૨૫) આ ઝુંબેશમાં ભાગ લઈને બતાવી આપીએ કે આપણે યહોવાને અને તેમના રાજ્યને ટેકો આપીએ છીએ. ચાલો, આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીએ!