બાઇબલમાં રહેલો ખજાનો
મિત્રો પસંદ કરતી વખતે યહોવાને વફાદાર રહો
આમ્મોનીઓ અને મોઆબીઓ “મંડળનો ભાગ” બની શકતા ન હતા, કેમ કે અગાઉ તેઓએ ઈશ્વરના લોકોનો વિરોધ કર્યો હતો (નહે ૧૩:૧, ૨; it-1-E ૯૫ ¶૫)
પ્રમુખ યાજક એલ્યાશીબે એક આમ્મોનીને મંદિરમાં ભોજન માટેનો એક ઓરડો વાપરવા આપ્યો હતો (નહે ૧૩:૪, ૫; w૧૩ ૮/૧૫ ૪ ¶૫-૬)
એલ્યાશીબે ઈશ્વરના દુશ્મનને મદદ કરવા જે ગોઠવણ કરી હતી, એનો અંત લાવીને નહેમ્યાએ બતાવ્યું કે તે ઈશ્વરને વફાદાર છે (નહે ૧૩:૭-૯)
યહોવાને પ્રેમ કરતા ન હોય એવા લોકો સાથે દોસ્તી કરીશું તો, શું કહી શકીશું કે આપણે યહોવાને વફાદાર છીએ?—w૯૬ ૩/૧૫ ૧૫ ¶૬.
પોતાને પૂછો: ‘હું જેઓ સાથે સંગતિ રાખું છું, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?’