સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાની જેમ અતૂટ પ્રેમ બતાવો

યહોવાની જેમ અતૂટ પ્રેમ બતાવો

અતૂટ પ્રેમ બતાવવામાં યહોવાએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (ગી ૧૦૩:૧૧) આ પ્રેમ કંઈ પળ બે પળનો નથી, જે થોડી જ વારમાં ઠંડો પડી જાય. આ પ્રેમમાં ઊંડી લાગણી હોય છે, જે હંમેશ માટે રહે છે. યહોવાએ ઇઝરાયેલીઓને ઘણી રીતોએ પ્રેમ બતાવ્યો હતો. તેઓને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવીને વચનના દેશમાં લઈ આવ્યા. (ગી ૧૦૫:૪૨-૪૪) તે પોતાના લોકો માટે લડ્યા. જ્યારે તેઓ પાપ કરતા, ત્યારે વારંવાર તેઓને માફ કરતા. (ગી ૧૦૭:૧૯, ૨૦) “યહોવાના અતૂટ પ્રેમનાં કામોનો વિચાર” કરીએ છીએ ત્યારે, આપણને પણ એવો પ્રેમ બતાવવાનું મન થાય છે.—ગી ૧૦૭:૪૩.

યહોવાએ બતાવેલા અતૂટ પ્રેમનો વિચાર કરો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • આપણે કઈ કઈ રીતોએ અતૂટ પ્રેમ બતાવી શકીએ?

  • અતૂટ પ્રેમ બતાવવા આપણે કેમ કંઈક જતું કરવું જોઈએ?