સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

તેઓ આપણા માટે સખત મહેનત કરે છે

તેઓ આપણા માટે સખત મહેનત કરે છે

ભાઈ-બહેનો માટે પ્રેમ હોવાને લીધે સરકીટ નિરીક્ષક અને તેમનાં પત્ની ઘણું જતું કરે છે. આપણી જેમ તેઓની પણ અમુક જરૂરિયાતો હોય છે, તેઓ પણ ક્યારેક થાકી જાય છે, નિરાશ થઈ જાય છે અને ચિંતાનો સામનો કરે છે. (યાકૂ ૫:૧૭) તોપણ દર અઠવાડિયે તેઓ અલગ અલગ મંડળની મુલાકાતે જાય છે. એ સમયે તેઓ પોતાનું બધું ધ્યાન એ મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા પર લગાવે છે. ખરેખર, સરકીટ નિરીક્ષકો “બમણા માનને યોગ્ય છે.”—૧તિ ૫:૧૭.

એક વખત પ્રેરિત પાઉલ રોમ જવાના હતા, જેથી તે ત્યાંના મંડળને “ઈશ્વર પાસેથી કોઈ આશીર્વાદ” આપી શકે. તે આશા રાખતા હતા કે આ મુલાકાતથી બધાને “અરસપરસ ઉત્તેજન” મળે. (રોમ ૧:૧૧, ૧૨) શું તમે વિચાર્યું છે કે તમે કઈ રીતે સરકીટ નિરીક્ષકને અને જો તેમણે લગ્‍ન કર્યા હોય તો તેમની પત્નીને ઉત્તેજન આપી શકો?

ગામડામાં સરકીટ નિરીક્ષકનું જીવન વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • સરકીટ નિરીક્ષક અને તેમનાં પત્ની કઈ રીતે મંડળને પ્રેમ બતાવે છે?

  • તેઓની મહેનતથી તમને કેવા ફાયદા થયા છે?

  • આપણે તેઓને કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?