બાઇબલમાં રહેલો ખજાનો
નહેમ્યા સેવા કરવા માંગતા હતા, સેવા કરાવવા નહિ
નહેમ્યાએ સ્વાર્થ માટે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો નહિ (નહે ૫:૧૪, ૧૫, ૧૭, ૧૮; w૦૨ ૧૧/૧ ૨૭ ¶૩)
નહેમ્યાએ કામની દેખરેખ રાખવાની સાથે સાથે એમાં મદદ પણ કરી (નહે ૫:૧૬; w૧૬.૦૯ ૬ ¶૧૬)
નહેમ્યાએ યહોવાને વિનંતી કરી કે તે તેમનાં કામોને યાદ રાખે, જે તેમણે લોકોના ભલા માટે કર્યાં હતાં (નહે ૫:૧૯; w૦૦ ૨/૧ ૩૨)
નહેમ્યા રાજ્યપાલ હતા, તોપણ તેમણે એવી આશા ન રાખી કે લોકો તેમને વધારે પડતું મહત્ત્વ આપે. મંડળમાં જેઓ પાસે ખાસ સોંપણીઓ અને જવાબદારીઓ છે, તેઓ માટે નહેમ્યાએ સારો દાખલો બેસાડ્યો છે.
પોતાને પૂછો: ‘મારું ધ્યાન શાના પર વધારે હોય છે, હું બીજાઓ માટે શું કરી શકું છું એના પર, કે પછી બીજાઓ મારા માટે શું કરી શકે છે એના પર?’