યહોવાના સેવકો તરીકે આપણું જીવન
એઝરાનાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા મળ્યો
એઝરાએ ઈશ્વરના વચનને પોતાના દિલ પર અસર થવા દીધું અને એ પ્રમાણે કામ કર્યું (એઝ ૭:૧૦; w૦૦ ૧૦/૧ ૧૪ ¶૮)
એઝરાના જીવનથી લોકો જોઈ શક્યા કે તેમનામાં ઈશ્વરની બુદ્ધિ છે (એઝ ૭:૨૫; si-E ૭૫ ¶૫)
એઝરાએ પોતાને ઈશ્વર આગળ નમ્ર કર્યા, એટલે તેમને પાકો ભરોસો હતો કે યહોવા તેમને માર્ગદર્શન આપશે અને તેમનું રક્ષણ કરશે (એઝ ૮:૨૧-૨૩; w૯૨ ૬/૧ ૨૮)
એઝરાએ બતાવી આપ્યું કે તે ઈશ્વરની બુદ્ધિથી કામ કરે છે. એટલે રાજાએ તેમને ભારે જવાબદારીઓ સોંપી. એઝરાની જેમ આપણે પણ આપણાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા આપી શકીએ છીએ.
પોતાને પૂછો: ‘શું દુનિયાના લોકો જોઈ શકે છે કે હું ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવું છું?’