યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમને નાનાં કામ કરવામાં શરમ આવે છે?
પ્રમુખ યાજક અને તેમના ભાઈઓએ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન ગણ્યા અને યરૂશાલેમની દીવાલો ફરી બાંધવામાં મદદ કરી (નહે ૩:૧)
અમુક મુખ્ય માણસોએ સમારકામમાં મદદ કરવા “પોતાને નમ્ર કર્યા નહિ” (નહે ૩:૫; w૦૬ ૨/૧ ૧૫ ¶૯)
આ કામ અઘરું અને જોખમી હતું, તોપણ ઈશ્વરનો ડર રાખતી સ્ત્રીઓએ રાજીખુશીથી સખત મહેનત કરી (નહે ૩:૧૨; w૧૯.૧૦ ૨૩ ¶૧૧)
મંડળનાં ઘણાં કામ એવાં હોય છે, જે મહેનત માંગી લે છે અથવા જેને લોકો નાનુંસૂનું ગણે છે અને ઘણી વાર એ લોકોની નજરે પડતાં નથી.—w૦૪ ૮/૧ ૧૮ ¶૧૬.
પોતાને પૂછો: ‘ખુશખબર માટે એવાં કામ કરવામાં મને કેવું લાગે છે?’—૧કો ૯:૨૩.