યહોવાના સેવકો તરીકે આપણું જીવન
‘ખુશખબરનું રક્ષણ કરવું અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવો’
ઇઝરાયેલીઓ મંદિરનું ફરીથી બાંધકામ કરી રહ્યા હતા ત્યારે, વિરોધીઓએ તેઓને અટકાવવાનો પ્રયત્ન કર્યો. એ સમયે, ઇઝરાયેલીઓએ કાયદેસર મંજૂરી મેળવવા પગલાં ભર્યાં. (એઝ ૫:૧૧-૧૬) એવી જ રીતે, ખ્રિસ્તીઓએ પણ ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા પગલાં ભર્યાં છે. (ફિલિ ૧:૭) એ માટે ૧૯૩૬માં જગત મુખ્યમથકે કાનૂની વિભાગ શરૂ કરવામાં આવ્યો. આજે એ વિભાગ દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓની કાયદાકીય બાબતોમાં માર્ગદર્શન અને મદદ આપે છે. એ વિભાગથી કઈ રીતે રાજ્યનાં કામોને આગળ વધારવા મદદ મળી છે અને ઈશ્વરના લોકોને ફાયદો થયો છે?
જગત મુખ્યમથકના કાનૂની વિભાગની ટુર વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
યહોવાના સાક્ષીઓ સામે કયા કાનૂની કોયડા ઊભા થયા છે?
-
આપણે કયા મુકદ્દમા જીત્યા છીએ? એક દાખલો આપો.
-
“ખુશખબરનું રક્ષણ કરવા અને એના પ્રચાર માટે કાયદેસર હક મેળવવા” આપણે દરેક શું કરી શકીએ?