સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑગસ્ટ ૧૯-૨૫

ગીતશાસ્ત્ર ૭૫-૭૭

ઑગસ્ટ ૧૯-૨૫

ગીત ૨૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. આપણે કેમ અભિમાન કરવું ન જોઈએ?

(૧૦ મિ.)

ઈશ્વરને અભિમાની લોકો ગમતા નથી (ગી ૭૫:૪; ૧તિ ૩:૬; w૧૮.૦૧ ૨૮ ¶૪-૫)

મંડળમાં મળતી જવાબદારીઓ યહોવા તરફથી એક ભેટ છે, એ કંઈ આપણી આવડતને લીધે નથી મળતી (ગી ૭૫:૫-૭; w૦૬ ૮/૧ ૪ ¶૧)

યહોવા અભિમાની લોકોનું ઘમંડ તોડી નાખશે, જેમ કે પૃથ્વીના અભિમાની આગેવાનોનું (ગી ૭૬:૧૨)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૭૬:૧૦—કઈ રીતે “માણસનો ક્રોધ” યહોવાને મહાન બનાવે છે? (w૦૬ ૮/૧ ૪ ¶૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને jw.org પરના કોઈ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. તેને પૂછો કે કઈ ભાષામાં વીડિયો જોવો ગમશે. (વીડિયો બતાવશો નહિ.) (lmd પાઠ ૧ મુદ્દો ૪)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. જ્યારે વ્યક્તિ કહે કે તે ઈશ્વરમાં નથી માનતી, ત્યારે તમારી રજૂઆતમાં ફેરફાર કરો. (lmd પાઠ ૨ મુદ્દો ૫)

૬. શિષ્યો બનાવો

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૯

૭. બીજાઓ વખાણ કરે ત્યારે નમ્ર રહો

(૭ મિ.) ચર્ચા.

ઈસુની જેમ વફાદારી જાળવી રાખીએ—વખાણ થાય ત્યારે વીડિયો બતાવો. પછી પૂછો:

  • બીજાઓએ સર્ગીભાઈના વખાણ કર્યા ત્યારે, તેમણે જે રીતે નમ્રતા બતાવી, એમાંથી તમને શું શીખવા મળ્યું?

૮. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા અથવા પુસ્તક દ્વારા સપ્ટેમ્બર મહિનામાં બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ખાસ ઝુંબેશ

(૮ મિ.) સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ માટે ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારો અને તમારા મંડળે કેવી ગોઠવણ કરી છે એ વિશે જણાવો.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૩ અને પ્રાર્થના