સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑગસ્ટ ૨૬–સપ્ટેમ્બર ૧

ગીતશાસ્ત્ર ૭૮

ઑગસ્ટ ૨૬–સપ્ટેમ્બર ૧

ગીત ૪૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ઇઝરાયેલીઓની બેવફાઈ—ચેતવણી આપતો દાખલો

(૧૦ મિ.)

ઇઝરાયેલીઓ ભૂલી ગયા કે યહોવાએ તેઓ માટે કેવાં જોરદાર કામ કર્યાં હતાં (ગી ૭૮:૧૧, ૪૨; w૯૬ ૧૨/૧ ૨૯-૩૦)

યહોવાએ ઇઝરાયેલીઓ માટે જે કંઈ કર્યું હતું, એની તેઓએ કદર ન બતાવી (ગી ૭૮:૧૯; w૦૬ ૮/૧ ૧૦ ¶૧૬)

ઇઝરાયેલીઓ પોતાની ભૂલોમાંથી ન શીખ્યા, પણ ઘણી વાર બેવફા બન્યા (ગી ૭૮:૪૦, ૪૧, ૫૬, ૫૭; w૧૧ ૮/૧ ૩૨ ¶૩-૪)


મનન માટે સવાલ: યહોવાને બેવફા ન બનવા શાનાથી મદદ મળશે?

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૭૮:૨૪, ૨૫—માન્‍નાને કેમ “દૂતોનો ખોરાક” કહેવામાં આવ્યો? (w૦૬ ૮/૧ ૪ ¶૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૫ મુદ્દો ૫)

૫. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. પત્રિકાનો ઉપયોગ કરીને વાત શરૂ કરો. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૫ મુદ્દો ૪)

૬. વાત શરૂ કરો

(૧ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ તમને ટૂંકમાં વાત પતાવવાનું કહે છે. તેને બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૨ મુદ્દો ૫)

૭. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ વિશે કંઈ પણ જણાવ્યા વગર, વાતવાતમાં વ્યક્તિને જણાવો કે તમે યહોવાના સાક્ષી છો અને બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૭

૮. પ્રચારક ફિલિપ પાસેથી શીખીએ

(૧૫ મિ.) ચર્ચા.

બાઇબલમાં સારા અને ખરાબ લોકોના દાખલા છે. તેઓના દાખલામાંથી શીખવા આપણે સમય કાઢવો જોઈએ અને મહેનત કરવી જોઈએ. બાઇબલમાંથી એ અહેવાલો વાંચીએ. એ ઉપરાંત, જે શીખીએ એના પર મનન કરીએ અને પછી એ પ્રમાણે ફેરફારો કરીએ.

પ્રચારક ફિલિપ વિશે બાઇબલમાં લખ્યું છે કે તે “પવિત્ર શક્તિ અને બુદ્ધિથી ભરપૂર” હતા. (પ્રેકા ૬:૩,) તેમની પાસેથી આપણે શું શીખી શકીએ?

તેઓ પાસેથી શીખીએ—પ્રચારક ફિલિપ વીડિયો બતાવો. પછી પૂછો:

  • અચાનક સંજોગો બદલાયા ત્યારે ફિલિપે જે વલણ બતાવ્યું એમાંથી તમને શું શીખવા મળ્યું?—પ્રેકા ૮:૧, ૪, ૫

  • વધારે જરૂર છે ત્યાં ખુશી ખુશી જવાથી ફિલિપને જે આશીર્વાદો મળ્યા એમાંથી તમને શું શીખવા મળ્યું?—પ્રેકા ૮:૬-૮, ૨૬-૩૧, ૩૪-૪૦

  • ફિલિપે અને તેમના કુટુંબે બતાવેલી મહેમાનગતિથી તમને શું શીખવા મળ્યું?—પ્રેકા ૨૧:૮-૧૦

  • વીડિયોમાં બતાવેલું કુટુંબ ફિલિપના પગલે ચાલ્યું ત્યારે, તેઓને જે ખુશી મળી એમાંથી તમને શું શીખવા મળ્યું?

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૫૩ અને પ્રાર્થના