સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૧૫-૨૧

ગીતશાસ્ત્ર ૬૩-૬૫

જુલાઈ ૧૫-૨૧

ગીત ૧૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “મારા જીવન કરતાં તમારો અતૂટ પ્રેમ વધારે અનમોલ છે”

(૧૦ મિ.)

પોતાના જીવન કરતાં યહોવા સાથેનો મજબૂત સંબંધ વધારે અનમોલ છે (ગી ૬૩:૩; w૦૧ ૧૦/૧૫ ૧૫-૧૬ ¶૧૭-૧૮)

યહોવાના અતૂટ પ્રેમ પર મનન કરીએ છીએ ત્યારે તેમના માટેની કદર વધે છે (ગી ૬૩:૬; w૧૯.૧૨ ૨૮ ¶૪; w૧૫ ૧૦/૧૫ ૨૪ ¶૭)

યહોવાના અતૂટ પ્રેમ માટે કદર હોવાને લીધે ખુશીથી તેમની આરાધના કરવાનું મન થાય છે (ગી ૬૩:૪, ૫; w૦૯ ૭/૧ ૨૨ ¶૬)

કુટુંબ તરીકેની ભક્તિમાં અજમાવો: ચર્ચા કરો કે યહોવાએ કઈ રીતોએ તમને અતૂટ પ્રેમ બતાવ્યો છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૬૪:૩—આ કલમ કઈ રીતે મીઠાશથી બોલવા મદદ કરે છે? (w૧૫ ૧૨/૧૫ ૨૦ ¶૧૦)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. ઘરમાલિક બીજી ભાષા બોલે છે. (lmd પાઠ ૩ મુદ્દો ૪)

૫. વાત શરૂ કરો

(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તમે ખુશખબર જણાવો એ પહેલાં વાતચીત પૂરી થઈ જાય છે. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

૬. વાત શરૂ કરો

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. જાણો કે વ્યક્તિને શામાં રસ છે. તેને પૂછો કે ફરી ક્યારે વાત કરી શકાય. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૭. તમારી માન્યતા વિશે સમજાવો

(૪ મિ.) દૃશ્ય. ijwfq ૫૧—વિષય: યહોવાના સાક્ષીઓ એવા લોકો સાથે કેમ ફરી વાત કરે છે, જેઓએ પહેલાં કહ્યું હતું, “મને રસ નથી”? (lmd પાઠ ૪ મુદ્દો ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩

૮. આપણે ઈશ્વરને કઈ રીતે પ્રેમ બતાવીએ છીએ?

(૧૫ મિ.) ચર્ચા.

યહોવા “અતૂટ પ્રેમના સાગર” છે. (ગી ૮૬:૧૫) જ્યારે કોઈ વફાદારીથી, ઊંડી લાગણીથી અને હંમેશાં સાથ આપવાની ભાવના સાથે પ્રેમ કરે છે, ત્યારે એને “અતૂટ પ્રેમ” કહેવામાં આવે છે. યહોવા બધા મનુષ્યોને પ્રેમ કરે છે, પણ ‘અતૂટ પ્રેમ’ તે ફક્ત એવા લોકોને બતાવે છે, જેઓ સાથે તેમનો ખાસ સંબંધ છે. (ગી ૩૩:૧૮; ૬૩:૩; યોહ ૩:૧૬; પ્રેકા ૧૪:૧૭) યહોવાને પ્રેમ કરીને આપણે બતાવી શકીએ છીએ કે તેમના અતૂટ પ્રેમની કદર કરીએ છીએ. એવો પ્રેમ બતાવવા તેમની આજ્ઞાઓ પાળીએ, જેમાં ‘શિષ્યો બનાવવાની’ આજ્ઞાનો પણ સમાવેશ થાય છે.—માથ ૨૮:૧૯; ૧યો ૫:૩.

ખુશખબર ફેલાવતી વખતે સાચો પ્રેમ બતાવો વીડિયો બતાવો. પછી પૂછો:

નીચેના સંજોગોમાં પ્રેમનો ગુણ કઈ રીતે ખુશખબર જણાવવા મદદ કરશે?

  • થાકી ગયા હોઈએ ત્યારે

  • વિરોધ થાય ત્યારે

  • રોજબરોજના કામ કરતી વખતે

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૩૯ અને પ્રાર્થના