સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જુલાઈ ૨૯–ઑગસ્ટ ૪

ગીતશાસ્ત્ર ૬૯

જુલાઈ ૨૯–ઑગસ્ટ ૪

ગીત ૫ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ઈસુના જીવનમાં જે કંઈ બન્યું હતું એ વિશે ગીતશાસ્ત્ર ૬૯માં ભાખ્યું હતું

(૧૦ મિ.)

ઈસુને કારણ વગર ધિક્કારવામાં આવ્યા (ગી ૬૯:૪; યોહ ૧૫:૨૪, ૨૫; w૧૧ ૮/૧ ૧૩ ¶૧૭)

ઈસુને સાચી ભક્તિ માટે ઘણો ઉત્સાહ હતો (ગી ૬૯:૯; યોહ ૨:૧૩-૧૭; w૧૦ ૧૨/૧ ૧૬ ¶૭-૮)

ઈસુએ અસહ્ય પીડા સહી અને તેમને કડવો રસ ભેળવેલો દ્રાક્ષદારૂ પીવા આપવામાં આપ્યો (ગી ૬૯:૨૦, ૨૧; માથ ૨૭:૩૪; લૂક ૨૨:૪૪; યોહ ૧૯:૩૪; g૯૫-E ૧૦/૨૨ ૩૧ ¶૪; it-2-E ૬૫૦)


મનન માટે સવાલ: યહોવાએ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં મસીહ વિશેની ભવિષ્યવાણીઓ કેમ લખાવી?

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૬૯:૩૦, ૩૧—વધારે સારી રીતે પ્રાર્થના કરવા આ કલમો કઈ રીતે મદદ કરી શકે? (w૯૯ ૧/૧૫ ૧૮ ¶૧૧)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. ધીરજ રાખો—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૮ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. ધીરજ રાખો—ઈસુ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૮ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૧

૬. મંડળની જરૂરિયાતો

(૫ મિ.)

૭. કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી વાતો

(૧૦ મિ.) ચર્ચા.

અગાઉ મંડળ પુસ્તક અભ્યાસ અલગ થતો હતો. પણ જાન્યુઆરી ૨૦૦૯થી એને દેવશાહી સેવા શાળા અને સેવા સભા સાથે જોડી દેવામાં આવ્યો. એના લીધે ભાઈ-બહેનોને અઠવાડિયા દરમિયાન એક સરસ સમય મળ્યો, જેથી તેઓ કુટુંબ તરીકે ભક્તિ કરી શકે. ઘણાં ભાઈ-બહેનોએ આ ગોઠવણ માટે આભાર માન્યો છે, કારણ કે એનાથી તેઓ યહોવા અને પોતાના કુટુંબની વધારે નજીક આવી શક્યાં છે.—પુન ૬:૬, ૭.

કુટુંબ તરીકેની ભક્તિ નિયમિત રીતે થાય અને દરેક સભ્યને એનાથી ફાયદો થાય એ માટે કુટુંબના શિરને આ મુદ્દાઓથી મદદ મળશે:

  • નિયમિત રીતે કરો. બની શકે તો દર અઠવાડિયે કુટુંબ તરીકે ભક્તિ કરવા કોઈ એક દિવસ અને સમય નક્કી કરો. જો કોઈ કારણને લીધે નક્કી કરેલા દિવસે એ ન કરી શકો, તો બીજા કોઈ દિવસે કરો

  • તૈયારી કરો. તમારી પત્ની અને કોઈક વાર તમારાં બાળકો પાસેથી સૂચનો માંગો. તમારે કુટુંબ તરીકે ભક્તિ માટે બહુ વધારે તૈયારી કરવાની જરૂર નથી, ખાસ કરીને તમારા કુટુંબના સભ્યોને દર અઠવાડિયે એક જેવી જ પ્રવૃત્તિ કરવી ગમતી હોય ત્યારે

  • કુટુંબની જરૂરિયાતોનું ધ્યાન રાખો. બાળકો મોટા થાય છે તેમ તેઓની જરૂરિયાતો બદલાય છે અને તેઓની સમજશક્તિ વધે છે. કુટુંબ તરીકેની ભક્તિમાં એવું કંઈક કરો, જેથી દરેક સભ્યની શ્રદ્ધા વધે

  • હળવો અને પ્રેમભર્યો માહોલ રાખો. જો વાતાવરણ સારું હોય, તો અમુક વાર બહાર જઈને કુટુંબ તરીકે ભક્તિ કરી શકો. જરૂર પડ્યે નાની નાની બ્રેક લઈ શકો. બાળકો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે એ વિશે વાત કરવી જરૂરી છે, પણ કુટુંબ તરીકે ભક્તિનો ઉપયોગ તેઓને ખખડાવવા કે શિસ્ત આપવા ન કરો

  • કોઈ એક જ બાબત ન કરો. દાખલા તરીકે, આવનાર સભાના કોઈ એક ભાગની તૈયારી કરી શકો, jw.org/gu પર આપેલો કોઈ વીડિયો જોઈને એના પર ચર્ચા કરી શકો અને પ્રચારમાં શું કહેશો એની પ્રૅક્ટિસ કરી શકો. કુટુંબ તરીકે ભક્તિમાં મોટા ભાગે ચર્ચા થાય છે, પણ અમુક વાર એ સમયે કુટુંબના સભ્યો પોતાની રીતે બાઇબલનો ઊંડો અભ્યાસ પણ કરી શકે છે

આ સવાલ પર ચર્ચા કરો:

  • કુટુંબ તરીકે ભક્તિમાં તમે કઈ રીતે આ વાતો લાગુ પાડી છે?

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૫ અને પ્રાર્થના