યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શું તમે એક વર્ષ માટે પણ કરી શકો?
શું કરવાનું છે? નિયમિત પાયોનિયરીંગ! એનાથી તમે ઘણા આશીર્વાદોનો આનંદ માણશો.—નીતિ ૧૦:૨૨.
પાયોનિયરીંગ કરવાથી . . .
-
તમે સારા પ્રચારક બની શકશો અને સેવાકાર્યમાં આનંદ મેળવી શકશો
-
યહોવા સાથે તમારો સંબંધ મજબૂત થશે. યહોવા વિશે બીજાને જણાવશો તેમ, તેમના અદ્ભુત ગુણો તમને યાદ આવશે
-
તમે રાજ્યને પ્રથમ રાખવાનો સંતોષ અને બીજાઓને મદદ કરવાનો આનંદ અનુભવશો.—માથ ૬:૩૩; પ્રે.કૃ ૨૦:૩૫
-
તમને સરકીટ વિઝિટ દરમિયાન રાખવામાં આવતી પાયોનિયર સભામાં હાજર રહેવા મળશે. તેમ જ, સરકીટ સંમેલન વખતે પાયોનિયર સભામાં જવા મળશે અને પાયોનિયર સ્કૂલમાં પણ જઈ શકશો
-
તમને બાઇબલ અભ્યાસ શરૂ કરવા અને ચલાવવાની વધારે તક મળશે
-
તમે બીજા પ્રચારકો સાથે સમય વિતાવી શકશો અને એકબીજાને ઉત્તેજન આપી શકશો.—રોમ ૧:૧૧, ૧૨