રજૂઆતની એક રીત
સુખી કુટુંબની ચાવી શું છે? (T-32 પત્રિકાનું પાન ૧)
સવાલ: આપણે બધા ચાહીએ છીએ કે કુટુંબ સુખી હોય. આ સવાલનો તમે શો જવાબ આપશો: “સુખી કુટુંબની ચાવી શું છે?”
શાસ્ત્રવચન: લુક ૧૧:૨૮
આમ કહો: આ પત્રિકામાં શાસ્ત્રના સિદ્ધાંતો છે, જે કુટુંબને સુખી કરવા મદદ કરી શકે છે.
સુખી કુટુંબની ચાવી શું છે? (T-32 પત્રિકાનું પાન ૪)
સવાલ: આપણે બધા સુખી કુટુંબની ઇચ્છા રાખીએ છીએ, પણ એની ચાવી શું છે? એ માટે કઈ રીતે કુટુંબમાં દરેક પોતાનો ભાગ ભજવી શકે? કુટુંબમાં દરેકે શું કરવું જોઈએ એ વિશે શાસ્ત્ર જણાવે છે. શું હું તમને એ બતાવી શકું?
શાસ્ત્રવચન: એફે ૫:૧, ૨ કે કોલો ૩:૧૮-૨૧
આમ કહો: આ પત્રિકામાં શાસ્ત્રના સિદ્ધાંતો છે, જે કુટુંબને સુખી બનાવવા મદદ કરે છે.
ઈશ્વર પાસેથી ખુશખબર!
સવાલ: ઘણા લોકોને શાસ્ત્રની ભવિષ્યવાણીઓ ન્યૂઝપેપર વાંચતા હોય એવી લાગે છે. આમાંની કઈ ભવિષ્યવાણીઓ તમે જોઈ અથવા સાંભળી છે?
શાસ્ત્રવચન: ૨તી ૩:૧-૫
આમ કહો: આ પુસ્તિકા સમજાવે છે કે આવા બનાવો ઈશ્વરને પ્રેમ કરનારાઓ માટે કેમ એક ખુશખબર છે. [પાઠ ૧, સવાલ ૨ બતાવો.]
રજૂઆત મારા શબ્દોમાં
ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.