ભલા સમરૂનીની વાર્તા
એક માણસે ઈસુને સવાલ કર્યો, “મારો પડોશી ખરેખર કોણ છે?” (લુક ૧૦:૨૫-૨૯) એ સવાલના જવાબમાં ઈસુએ ભલા સમરૂનીની વાર્તા કહી હતી. ઈસુ જાણતા હતા કે ખ્રિસ્તી મંડળમાં ‘દરેક પ્રકારના માણસો’ હશે, જેમાં સમરૂની અને બીજી પ્રજાના લોકો પણ હશે. (યોહ ૧૨:૩૨) સમરૂનીની વાર્તા કહીને ઈસુએ શિષ્યોને શીખવ્યું કે, બીજી પ્રજાના લોકોને પ્રેમ બતાવવા તેઓએ પહેલ કરવી જોઈએ, પછી ભલે તેઓની રહેણીકરણી સાવ અલગ હોય.
આ સવાલો પર વિચાર કરો:
-
“શું મને બીજા સમાજમાંથી આવતાં ભાઈ-બહેનો સાથે સંગત રાખવાનું ગમે છે?”
-
“શું હું ફક્ત એવા લોકો સાથે જ સમય વિતાવું છું, જેઓની રહેણીકરણી મારા જેવી છે?”
-
“બીજી સંસ્કૃતિનાં ભાઈ-બહેનો સાથે દોસ્તી કરીને શું હું બતાવું છું કે મારું દિલ મોટું છે?” (૨કો ૬:૧૩)
હું કોને આમંત્રણ આપીશ . . .
-
પ્રચારમાં સાથે કામ કરવા માટે?
-
મારા ઘરે જમવા માટે?
-
કુટુંબ તરીકેની ભક્તિમાં જોડાવા માટે?