યહોવા ભગ્ન હૃદયને નકારતા નથી
દાઊદે બાથશેબા સાથે કરેલા ગંભીર પાપ તરફ પ્રબોધક નાથાને ધ્યાન દોર્યું પછી, દાઊદે ગીતશાસ્ત્રનો ૫૧મો અધ્યાય લખ્યો હતો. દાઊદનું અંતર ડંખતું હતું અને તેમણે નમ્ર થઈને પાપ કબૂલ્યું.—૨શ ૧૨:૧-૧૪.
દાઊદે પાપ કર્યું હતું, પણ ઈશ્વર સાથે ફરીથી મિત્રતા કરવી શક્ય હતી
-
તેમણે પસ્તાવો કરીને પાપ કબૂલ કર્યું, એ પહેલાં તેમનું અંતર ઘણું ડંખતું હતું
-
ઈશ્વરને નાખુશ કર્યા હોવાથી, તે એટલા વ્યાકુળ હતા કે હાડકાં ભાંગેલા માણસ જેવું દુઃખ અનુભવતા હતા
-
તે માફી મેળવવા, ઈશ્વર સાથે ફરીથી મિત્રતા કેળવવા અને પહેલાં જેવી ખુશી પાછી મેળવવા તરસતા હતા
-
તેમણે યહોવાને આજીજી કરી કે આધીનતાનો ગુણ કેળવવા મદદ કરે
-
તેમને ખાતરી હતી કે યહોવા માફ કરશે