યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરનું રાજ્ય—શરૂઆતનાં ૧૦૦ વર્ષો
જેઓ ઈશ્વરના રાજ્યના નાગરિક બનવા માંગે છે, તેઓએ ઈશ્વરના રાજ્ય વિશે બને એટલી માહિતી મેળવવી જોઈએ. રાજ્ય દ્વારા કેવી બાબતો કરવામાં આવી છે, એ જાણવી જોઈએ. શા માટે? ઈશ્વરનું રાજ્ય રાજ કરે છે એ જાણીને ફક્ત તેઓની શ્રદ્ધા મજબૂત નહિ થાય, પણ તેઓનું દિલ બીજાઓને ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવા પ્રેરાશે. (ગી ૪૫:૧; ૪૯:૩) ઈશ્વરનું રાજ્ય—શરૂઆતનાં ૧૦૦ વર્ષો વીડિયોમાંથી નીચેના સવાલોના જવાબો શોધો:
-
જેઓએ “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” જોયો, તેઓ માટે એ આશીર્વાદરૂપ કેમ હતો?
-
લોકો સુધી ખુશખબર પહોંચાડવા રેડિયોનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો?
-
ખુશખબર ફેલાવવા બીજી કઈ રીતો વાપરવામાં આવી? અને એનું શું પરિણામ આવ્યું?
-
આટલાં વર્ષો દરમિયાન સેવાકાર્ય માટેની તાલીમમાં કેવા સુધારા થયા છે?
-
ગિલયડ સ્કૂલના વિદ્યાર્થીઓને કેવી તાલીમ આપવામાં આવી છે?
-
યહોવાના લોકોને શિક્ષણ આપવામાં સંમેલનોએ કેવો ભાગ ભજવ્યો છે?
-
તમને શા માટે ખાતરી છે કે ઈશ્વરનું રાજ્ય રાજ કરી રહ્યું છે?
-
આપણે ઈશ્વરના રાજ્યને કેવી રીતે ટેકો આપી શકીએ?