સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૫૨-૫૯

“તારો બોજો યહોવા પર નાખ”

“તારો બોજો યહોવા પર નાખ”

દાઊદે પોતાના જીવનમાં ઘણા મુશ્કેલ સંજોગોનો સામનો કર્યો. ગીતશાસ્ત્ર ૫૫મો અધ્યાય લખાયો, એ સમય સુધી તેમણે આ દુઃખોનો અનુભવ કર્યો હતો . . .

  • અપમાન

  • સતાવણી

  • મન ડંખવું

  • કુટુંબ પર આફત

  • માંદગી

  • દગો

દુઃખોનો બોજો ઊંચકવો અઘરો થઈ પડ્યો ત્યારે પણ દાઊદ એને સહન કરી શક્યા. દાઊદ જેવું અનુભવતા લોકો માટે તેમણે ઈશ્વરની પ્રેરણાથી આ સલાહ આપી: “તારો બોજો યહોવા પર નાખ.”

આજે આપણે આ સલાહ કઈ રીતે લાગુ પાડી શકીએ?

૫૫:૨૨

  1. કોઈ પણ મુશ્કેલી કે ચિંતા માટે યહોવાને દિલથી પ્રાર્થના કરીએ

  2. યહોવાની વાણી બાઇબલથી અને તેમના સંગઠનથી માર્ગદર્શન અને ટેકો મેળવીએ

  3. બાઇબલ સિદ્ધાંતોના સુમેળમાં થઈ શકે એટલું કરીને એ પરિસ્થિતિથી રાહત મેળવવા પ્રયત્ન કરીએ