સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૩૪-૩૭

યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો

યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો

‘અન્યાય કરનારાઓની ઈર્ષા કરવી નહિ’

૩૭:૧, ૨

  • દુષ્ટોની સફળતા જોઈને યહોવાની ભક્તિમાં ઢીલા પડશો નહિ. તેમની ભક્તિ કરવાથી મળતા આશીર્વાદોને ધ્યાનમાં રાખો

‘યહોવા પર ભરોસો રાખો અને ભલું કરો’

૩૭:૩

  • ભરોસો રાખો કે તમને કોઈ પણ શંકા કે ચિંતા થાય ત્યારે, યહોવા તમને સાથ આપશે. તે તમને શ્રદ્ધામાં મક્કમ રહેવા મદદ કરશે

  • ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરવામાં વ્યસ્ત રહો

‘યહોવામાં આનંદ કરો’

૩૭:૪

  • યહોવાને વધુ સારી રીતે જાણવાનો ધ્યેય બનાવો. એ માટે બાઇબલ વાંચવા અને એના પર મનન કરવા નિયમિત સમય ફાળવો

‘તમારા માર્ગો યહોવાને સોંપો’

૩૭:૫, ૬

  • પૂરો ભરોસો રાખો કે દરેક મુશ્કેલી સહેવા યહોવા તમને મદદ કરશે

  • વિરોધ, સતાવણી કે ખોટો આરોપ મૂકવામાં આવે ત્યારે સારું વર્તન જાળવો

‘યહોવાની આગળ શાંત થાઓ અને તેમની વાટ જુઓ’

૩૭:૭-૯

  • ઉતાવળે પગલાં ન ભરો, એમ કરવાથી યહોવા સાથેનો સંબંધ કપાઈ જશે અને આનંદ છીનવાઈ જશે

“નમ્ર લોકો દેશનું વતન પામશે”

૩૭:૧૦, ૧૧

  • નમ્ર બનો અને તમે જે કંઈ અન્યાય સહન કરો છો એને યહોવા દૂર કરશે, એવી ધીરજથી રાહ જુઓ

  • ભાઈ-બહેનોને સાથ આપો અને નજીકમાં આવનાર નવી દુનિયા વિશે ઈશ્વરે આપેલાં વચનો વાપરીને નિરાશ થયેલાઓને દિલાસો આપો

મસીહનું રાજ્ય અદ્ભુત આશીર્વાદો લાવશે