યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શીખવવા વીડિયોનો ઉપયોગ કરીએ
કેમ મહત્ત્વનું:
લોકો જે જુએ અને સાંભળે એ તેઓને અસર કરે છે. એટલે, વીડિયો સહેલાઈથી તેઓના દિલને સ્પર્શી જશે. એ તેઓનું ધ્યાન ખેંચશે અને ઊંડી છાપ છોડશે. શિક્ષણ આપવા યહોવાએ દૃશ્ય બતાવ્યું હતું. આમ, તેમણે આપણા માટે સૌથી સારું ઉદાહરણ બેસાડ્યું છે.—પ્રે.કૃ ૧૦:૯-૧૬; પ્રક ૧:૧.
શું ઈશ્વરનું કોઈ નામ છે?, બાઇબલના લેખક કોણ છે? અને બાઇબલ સાચું છે એની ખાતરી આપતા પુરાવાઓ વીડિયો, ખુશખબર પુસ્તિકાના પાઠ ૨ અને ૩ વિશે વધુ માહિતી આપે છે. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?, બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? અને કિંગ્ડમ હૉલમાં શું થાય છે? વીડિયો જોઈને વ્યક્તિને બાઇબલ અભ્યાસ કરવા કે સભાઓમાં આવવા ઉત્તેજન મળશે. બાઇબલ વિદ્યાર્થીઓને શીખવવા માટે અમુક લાંબા વીડિયો પણ વાપરી શકાય.—km ૫/૧૩ ૩.
કઈ રીતે કરી શકીએ:
-
જે વીડિયો ઘરમાલિકને બતાવવાના હોય, એ પહેલેથી ડાઉનલોડ કરો
-
એક કે બે સવાલો તૈયાર કરો, જેના જવાબ વીડિયોમાં હોય
-
સાથે મળીને વીડિયો જુઓ
-
મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરો
આમ કરો:
-
આપણી કોઈ પણ પત્રિકાના છેલ્લા પાને આપેલા ક્યૂઆર કોડ પર ધ્યાન દોરો, જે બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયોની લીંક છે
-
બાઇબલ સાચું છે એની ખાતરી આપતા પુરાવાઓ વીડિયો બતાવો અને ખુશખબર પુસ્તિકા આપીને પાઠ ૩ ઉપર ધ્યાન દોરો