સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સોશિયલ મીડિયાના ફાંદાથી બચો

સોશિયલ મીડિયાના ફાંદાથી બચો

કેમ મહત્ત્વનું: કોઈ એક સાધનની જેમ સોશિયલ મીડિયા પણ ઉપયોગી કે જોખમકારક સાબિત થઈ શકે છે. ઘણા ઈશ્વરભક્તો એનો ઉપયોગ જ નથી કરતા. બીજા અમુક પોતાનાં સગાં અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા એનો ઉપયોગ કરે છે. પણ, શેતાન ચાહે છે કે આપણે વગર વિચાર્યે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ, જેથી આપણી શાખ અને યહોવા સાથેનો આપણો સંબંધ બરબાદ થઈ જાય. ઈસુની જેમ આપણે પણ જોખમોને પારખવા અને એને ટાળવા બાઇબલ સિદ્ધાંતોની મદદ લઈ શકીએ છીએ.—લુક ૪:૪, ૮, ૧૨.

જોખમો:

  • વધુ પડતો ઉપયોગ. સોશિયલ મીડિયા પાછળ કલાકોના કલાકો ડૂબ્યા રહેવાથી આપણો કીમતી સમય વેડફાઈ જશે અને યહોવાની સેવા માટે સમય જ નહિ રહે

    બાઇબલ સિદ્ધાંતો: એફે ૫:૧૫, ૧૬; ફિલિ ૧:૧૦

  • અયોગ્ય માહિતી જોવી. જાતીય લાગણીઓ ઉશ્કેરે એવાં ચિત્રો જોવાથી પોર્નોગ્રાફીની લત લાગી શકે અથવા અનૈતિક કામોમાં ફસાઈ શકીએ છીએ. યહોવાની ભક્તિ છોડી દીધી હોય એવા લોકોના લેખો અથવા બ્લોગ્સ વાંચવાથી આપણી શ્રદ્ધા જોખમમાં મૂકાય છે

    બાઇબલ સિદ્ધાંતો: માથ ૫:૨૮; ફિલિ ૪:૮

  • અયોગ્ય ફોટા અને કોમેન્ટ. હૃદય સૌથી કપટી છે, એટલે વ્યક્તિ કદાચ સોશિયલ મીડિયા પર અયોગ્ય ફોટા કે કોમેન્ટ પોસ્ટ કરી દે. પણ એનાથી તો કોઈનું નામ બદનામ થઈ શકે છે અથવા એ વ્યક્તિની શ્રદ્ધા નબળી પડી જઈ શકે છે

    બાઇબલ સિદ્ધાંતો: રોમ ૧૪:૧૩; એફે ૪:૨૯

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી વીડિયો જુઓ. પછી ચર્ચા કરો કે આ સંજોગોને કેવી રીતે ટાળી શકાય: