સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈસુને પગલે ચાલો

ઈસુને પગલે ચાલો

ઈસુએ આપણી માટે સરસ દાખલો બેસાડ્યો છે, ખાસ કરીને આપણે કસોટીઓ કે સતાવણીનો સામનો કરતા હોઈએ ત્યારે. (૧પી ૨:૨૧-૨૩) ઈસુનું અપમાન કરવામાં આવ્યું; અરે, રિબાવવામાં આવ્યા તોપણ તેમણે સામે વેર ન વાળ્યું. (માર્ક ૧૫:૨૯-૩૨) એ બધું સહન કરવા તેમને ક્યાંથી મદદ મળી? તેમણે દિલમાં ગાંઠ વાળી હતી કે તે યહોવાની ઇચ્છા પ્રમાણે જ કરશે. (યોહ ૬:૩૮) ઉપરાંત ‘તેમની આગળ રાખેલા આનંદ’ પરથી ઈસુએ નજર હટાવી નહિ.—હિબ્રૂ ૧૨:૨.

આપણી માન્યતાને લીધે જો કોઈ ખરાબ રીતે વર્તે તો આપણે શું કરીશું? યહોવાના ભક્તો ‘ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી વાળતા નથી.’ (રોમ ૧૨:૧૪, ૧૭) ઈસુની જેમ આપણે પણ કસોટીઓ સહન કરીશું તો આનંદિત રહીશું, કારણ કે યહોવા આપણાથી ખુશ હશે.—માથ ૫:૧૦-૧૨; ૧પી ૪:૧૨-૧૪.

યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે વીડિયો જુઓ અને આપેલા સવાલોના જવાબ આપો:

  • બહેન પોટઝીંગરે * કઈ રીતે એકાંત કારાવાસ દરમિયાન સમયનો સારો ઉપયોગ કર્યો?

  • અલગ અલગ જુલમી છાવણીઓમાં કેવી સતાવણીઓ હોવા છતાં પોટઝીંગર યુગલ ટકી રહ્યું?

  • શ્રદ્ધામાં અડગ રહેવા તેઓને ક્યાંથી મદદ મળી?

સતાવણીમાં પણ ઈસુને પગલે ચાલો

^ ફકરો. 6 આ નામ પોએટઝીંગર તરીકે પણ ઉચ્ચારવામાં આવે છે.