યહોવાના સેવકો તરીકે આપણું જીવન
બાઇબલની સમજણ વધારે એવો અભ્યાસ
કેમ મહત્ત્વનું: જાતે બાઇબલનો અભ્યાસ કરવાથી આપણે ‘સત્યની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજી શકીશું.’ (એફે ૩:૧૮) એનાથી દુષ્ટ દુનિયામાં શુદ્ધ અને નિર્દોષ રહેવા પણ મદદ મળશે. આપણે ‘જીવનના વચન પર મજબૂત પકડ રાખી’ શકીશું. (ફિલિ ૨:૧૫, ૧૬) જાતે બાઇબલ વાંચી એના પર મનન કરવાના અનેક લાભ છે. જેમ કે, પોતાને લાગુ પડતી હોય એવી માહિતી પસંદ કરી શકીએ છીએ. બાઇબલ વાંચન અને અભ્યાસ કરવા આપણે બધા સમય કાઢીએ છીએ. એનો સૌથી વધારે લાભ લેવા આપણે શું કરી શકીએ?
કઈ રીતે કરશો:
-
છાપેલા કે ઇલેક્ટ્રૉનિક બાઇબલમાં યાદ રાખવા જેવી કલમો નીચે લીટી દોરો કે એને હાઈલાઈટ કરો. ટૂંકી નોંધ લખો
-
તમે બાઇબલ વાંચો તેમ આ સવાલો પર વિચાર કરો: ‘કોણ? શું? કયારે? ક્યાં? શા માટે? કઈ રીતે?’
-
પૂરેપૂરી હકીકત જાણો. વધારે સમજણ મેળવવા સંશોધન માટેનાં સાધનોનો ઉપયોગ કરો. તમે વિષય અથવા બાઇબલ કલમને સર્ચ કરી શકો
-
જે વાંચો છો એ તમને કઈ રીતે લાગુ પડે છે, એનો વિચાર કરો
-
જે શીખો છો એ તમારા જીવનમાં લાગુ પાડો.—લુક ૬:૪૭, ૪૮
ઈશ્વરના વચનો પર ‘મજબૂત પકડ રાખીએ’—સારો અભ્યાસ કરીને વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
-
અમુક લોકો કઈ રીતે જાતે અભ્યાસ કરે છે અને એના કેવા ફાયદા થયા છે?
-
અભ્યાસ કરતા પહેલાં હંમેશાં પ્રાર્થના કરવી શા માટે જરૂરી છે?
-
બાઇબલ અહેવાલ સારી રીતે સમજવા શું મદદ કરી શકે?
-
મુદ્દાઓ યાદ રાખવા કેવા કેવા કલરથી બાઇબલમાં હાઈલાઈટ કરી શકીએ?
-
જે વાંચીએ એના પર વિચાર કરવો શા માટે મહત્ત્વનું છે?
-
આપણે શીખ્યા પછી શું કરવું જોઈએ?