સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ગલાતીઓ ૪-૬

આપણા માટે “આ બનાવોનો એક અર્થ રહેલો છે”

આપણા માટે “આ બનાવોનો એક અર્થ રહેલો છે”

૪:૨૪-૩૧

પાઊલ “આ બનાવોનો” ઉલ્લેખ કરીને સમજાવતા હતા કે જૂના નિયમકરાર કરતાં નવો નિયમકરાર ચડિયાતો છે. આ નવા કરારની ગોઠવણમાં ઈસુ અને તેમની સાથે રાજ કરતા અભિષિક્તો પ્રેમથી મનુષ્યોની કાળજી રાખશે. ત્યારે સર્વ મનુષ્યો માટે પાપ, બીમારી, ઘડપણ, દુઃખ અને મરણના પંજામાંથી આઝાદ થવાની તક હશે.—યશા ૨૫:૮, ૯.

 

હાગાર—એક દાસી

નિયમકરાર હેઠળ ઇઝરાયેલીઓ. યરૂશાલેમ તેઓનું પાટનગર હતું

સારાહ—આઝાદ સ્ત્રી

સ્વર્ગનું યરૂશાલેમ, યહોવાના સંગઠનનો સ્વર્ગીય ભાગ

હાગારનાં “બાળકો”

નિયમકરારથી યહોવાને આધીન યહુદીઓ. તેઓએ ઈસુની સતાવણી કરી અને તેમનો નકાર કર્યો

સારાહનાં “બાળકો”

ઈસુ ખ્રિસ્ત અને ૧,૪૪,૦૦૦ અભિષિક્તો

નિયમકરારની ગુલામીમાં

નિયમશાસ્ત્ર ઇઝરાયેલીઓને યાદ અપાવતું હતું કે તેઓ પાપના દાસ છે

નવો કરાર આઝાદી આપે છે

ઇઝરાયેલીઓ પૂરી રીતે નિયમશાસ્ત્ર પાળી શકતા ન હતા. એ તેઓને યાદ અપાવતું કે તેઓ પાપી છે. ઈસુએ આપેલા બલિદાનમાં શ્રદ્ધા મૂકીને તેઓ પાપની ગુલામીમાંથી આઝાદ થઈ શકતા હતા