યહોવાના સેવકો તરીકે આપણું જીવન
જેઓ વર્ષોથી યહોવાની સેવા કરી રહ્યા છે તેઓ પાસેથી શું શીખી શકીએ?
આપણા મંડળમાં એવાં ઘણાં ભાઈ-બહેનો છે, જેઓ વર્ષોથી યહોવાની સેવા કરી રહ્યા છે. તેઓએ યહોવા પર પૂરો ભરોસો રાખ્યો છે, એમાંથી આપણે ઘણું શીખી શકીએ. આપણે તેઓને યહોવાના સંગઠનનો ઇતિહાસ પૂછી શકીએ. અઘરા સંજોગોનો સામનો કરવા તેઓને યહોવાએ કઈ રીતે મદદ કરી એ વિશે પૂછી શકીએ. કુટુંબ તરીકેની ભક્તિ માટે એ ભાઈ-બહેનોમાંથી કોઈને બોલાવી શકીએ અને તેમને પોતાનો અનુભવ જણાવવાનું કહી શકીએ.
જો તમે વર્ષોથી યહોવાની સેવા કરી રહ્યા હો, તો તમારો અનુભવ યુવાનોને જણાવી શકો. યાકૂબ અને યુસફે પોતાનો અનુભવ બાળકોને જણાવ્યો હતો. (ઉત ૪૮:૨૧, ૨૨; ૫૦:૨૪, ૨૫) પછીથી યહોવાએ કુટુંબના શિરને જણાવ્યું હતું કે બાળકોને યહોવાનાં અદ્ભુત કામો વિશે શીખવે. (પુન ૪:૯, ૧૦; ગી ૭૮:૪-૭) આપણા સમયમાં, યહોવાએ પોતાના સંગઠન દ્વારા જે અદ્ભુત કામો કર્યા છે, એ વિશે માતા-પિતાઓ અને મંડળનાં ભાઈ-બહેનો યુવાનોને જણાવી શકે.
પ્રતિબંધમાં પણ સંપીને રહીએ વીડિયો જુઓ અને આ સવાલોના જવાબ આપો:
-
આપણા કામ પર પ્રતિબંધ હતો એવા દેશોનાં ભાઈ-બહેનોને ઑસ્ટ્રિયા શાખાએ કઈ રીતે મદદ કરી?
-
એવા દેશોમાં ભાઈ-બહેનોએ પોતાની શ્રદ્ધા કઈ રીતે અડગ રાખી?
-
રોમાનિયામાં ઘણાં ભાઈ-બહેનોએ કેમ યહોવાનું સંગઠન છોડી દીધું હતું? તેઓ કઈ રીતે પાછા આવ્યા?
-
એ અનુભવોથી તમારી શ્રદ્ધા કઈ રીતે મજબૂત થઈ?