સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

“વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કઈ રીતે કરવો?

“વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કઈ રીતે કરવો?

જાન્યુઆરી ૨૦૧૮થી આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકાના પહેલા પાન પર “વાતચીતની એક રીત” આપવામાં આવે છે. એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ?

વિદ્યાર્થી ભાગની સોંપણી મળે ત્યારે: “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા સવાલ, કલમ અને ફરી મુલાકાત માટે સવાલનો તમારે ઉપયોગ કરવો જોઈએ. પણ એનો અર્થ એ નથી કે “વાતચીતની એક રીત” વીડિયોમાં જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવા જ શબ્દો વાપરવા જોઈએ. તમે ચાહો તો બીજા દૃશ્ય અને પ્રસ્તાવનાનો ઉપયોગ કરી શકો અથવા બીજી કોઈ રીતે ચર્ચા કરી શકો. શીખવવાનાં સાધનોમાંથી કોઈ એક સાહિત્ય આપી શકો. પછી ભલે એ વિશે વિદ્યાર્થી ભાગમાં કંઈ જણાવવામાં આવ્યું ન હોય.

પ્રચારમાં જાઓ ત્યારે: “વાતચીતની એક રીત” ભાગમાં પ્રચાર માટે જે રીત બતાવવામાં આવી છે એ ફક્ત સૂચનો છે. જો વ્યક્તિને વધારે જાણવામાં રસ હોય તો કદાચ “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા ફરી મુલાકાત માટેનાં સૂચનોનો ઉપયોગ કરી શકો. તમે આ સૂચનોમાં અમુક ફેરફાર કરી શકો અથવા કોઈ બીજા વિષય પર વાત કરી શકો. શું ગયા મહિનામાં આપવામાં આવેલા “વાતચીતની એક રીત” ભાગના સૂચનો અથવા કોઈ બીજી કલમનો ઉપયોગ કરવાથી તમારા વિસ્તારના લોકોને વાત કરવી ગમે છે? કે પછી હાલમાં થયેલા કોઈ બનાવ કે કોઈ સમાચાર વિશે વાત કરવું લોકોને ગમે છે? ભલે તમે “વાતચીતની એક રીત” ભાગના ગમે એ સૂચનોનો ઉપયોગ કરો. પણ તમારો ધ્યેય હોવો જોઈએ કે ‘આ બધું જ તમે ખુશખબર માટે કરો, જેથી બીજાઓને એ જણાવી શકો.’—૧કો ૯:૨૨, ૨૩.