આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ડિસેમ્બર ૨૦૧૬
રજૂઆતની એક રીત
(T-31) પત્રિકાની રજૂઆત તેમજ સત્ય શીખવો માટે રજૂઆત, જે બતાવે છે કે આપણી માટે કેવું ભાવિ રહેલું છે. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.
બાઇબલમાં રહેલો ખજાનો
‘ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ’
પ્રબોધક યશાયાએ જણાવ્યું હતું કે યુદ્ધનાં શસ્ત્રોને ખેતીનાં ઓજાર બનાવવામાં આવશે, જે બતાવે છે કે યહોવાના લોકોમાં સંપ અને શાંતિ હશે. (યશાયા ૨:૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તક દ્વારા લોકોના દિલ સુધી પહોંચવું
ઈશ્વરનો પ્રેમ પુસ્તક વિદ્યાર્થીઓને એ પારખવા મદદ કરે છે કે, ઈશ્વરના સિદ્ધાંતોને રોજબરોજના જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય.
બાઇબલમાં રહેલો ખજાનો
મસીહમાં ભવિષ્યવાણી પૂરી થઈ
પ્રબોધક યશાયાએ ભાખ્યું હતું કે, ઈસુ આખા ગાલીલમાં ખુશખબર જણાવશે. ઈસુએ ખુશખબર ફેલાવવા અને શીખવવા આખા ગાલીલમાં મુસાફરી કરી. આમ, એ ભવિષ્યવાણી ઈસુમાં પૂરી થઈ.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“હું આ રહ્યો; મને મોકલ”
આપણે કઈ રીતે યશાયાની શ્રદ્ધા અને મહત્ત્વનું કામ કરવા તરત આગળ આવવાના વલણને આપણે અનુસરી શકીએ? ચાલો, વધુ જરૂર હોય એવા દેશમાં સેવા આપવા ગયેલા એક પરિવાર પાસેથી શીખીએ.
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે
નવી દુનિયા વિશેની યશાયાની ભવિષ્યવાણી ભૂતકાળમાં કઈ રીતે પૂરી થઈ, આજે કઈ રીતે પૂરી થાય છે અને ભાવિમાં કઈ રીતે પૂરી થશે?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈશ્વરના જ્ઞાનથી પૂર્વગ્રહ દૂર થાય છે
ઈશ્વરના જ્ઞાનની મદદથી બે કટ્ટર દુશ્મન, વહાલા ભાઈઓ બને છે.
બાઇબલમાં રહેલો ખજાનો
સત્તાનો દુરુપયોગ કરવાથી અધિકાર છીનવાઈ જાય છે
શેબ્નાએ પોતાની સત્તાનો કેવો ઉપયોગ કરવાનો હતો? યહોવાએ શા માટે તેની જગ્યાએ એલ્યાકીમને મૂક્યા?