મસીહમાં ભવિષ્યવાણી પૂરી થઈ
ઈસુ જન્મ્યા એની સદીઓ પહેલાં યશાયાએ ભાખ્યું હતું કે “યરદનના કિનારા સુધીનો સમગ્ર ગાલીલ પ્રદેશ, જ્યાં પરદેશીઓ વસે છે,” ત્યાં મસીહ પ્રચાર કરશે. ઈસુએ ખુશખબર ફેલાવવા અને શીખવવા આખા ગાલીલમાં મુસાફરી કરી, તેમ એ ભવિષ્યવાણી પૂરી થઈ.—યશા ૯:૧, ૨, કોમન લેંગ્વેજ.
-
પહેલો ચમત્કાર કર્યો—યોહ ૨:૧-૧૧ (કાના)
-
શિષ્યોની પસંદગી કરી—માર્ક ૩:૧૩, ૧૪ (કાપરનાહુમ નજીક)
-
પહાડ પર ઉપદેશ આપ્યો—માથ ૫:૧–૭:૨૭ (કાપરનાહુમ નજીક)
-
વિધવાના એકનાએક દીકરાને સજીવન કર્યો—લુક ૭:૧૧-૧૭ (નાઈન)
-
સજીવન થયા પછી આશરે ૫૦૦ શિષ્યોને દેખાયા—૧કો ૧૫:૬ (ગાલીલ)